વડોદરા શહેરમાં વ્યાજબી ભાવની ૩૨૨ દુકાનો કાર્યરત:- અન્ન નાગરિક પુરવઠા મંત્રીશ્રી
(જી.એન.એસ),તા.૨૮
ગાંધીનગર/વડોદરા,
વિધાનસભા ગૃહ ખાતે સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતરમાં અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના જરૂરિયાતમંદ પરિવારોને અન્ન સુરક્ષા પૂરી પાડવા માટે વ્યાજબી ભાવની દુકાનો ખાતેથી અન્ન પૂરું પાડવામાં આવી રહ્યું છે, અને આવા દરેક પરિવાર સુધી વ્યાજબી ભાવે અન્ન પહોંચાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
તેમણે વડોદરા શહેરની વિગતો આપતાં ઉમેર્યું હતું કે, વડોદરા શહેરમાં હાલની સ્થિતિએ કુલ ૩૨૨ વ્યાજબી ભાવની દુકાનો કાર્યરત છે. જ્યાંથી નાગરિકો સસ્તા ભાવે અન્ન મેળવી રહ્યા છે. વડોદરા શહેરમાં હાલ ૧૬ વ્યાજબી ભાવની દુકાનો બંધ છે. જે પૈકી ૧૪ વ્યાજબી ભાવની દુકાનો સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર શરૂ કરવા વડોદરા કલેક્ટરશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.