(જી.એન.એસ),તા.૨૮
ગાંધીનગર,
વિધાનસભા ગૃહ ખાતે તાપી જિલ્લામાં રહેણાંક વિસ્તારમાં સોલાર રૂફટોપ યોજના ‘સૂર્ય-ગુજરાત’ની વિગતો અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઊર્જા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં તાપી જિલ્લામાં ૧,૩૬૩ વીજ ગ્રાહકોએ સોલાર સિસ્ટમ લગાવી છે, જેની કુલ ક્ષમતા ૫,૫૮૨ કીલોવોટ છે. સોલાર સિસ્ટમ લગાવનાર આ વીજ ગ્રાહકોને કુલ રૂ. ૮.૫૦ લાખ સબસીડી ચૂકવવામાં આવી છે.
આ યોજના હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં તા. ૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ કુલ ૮૧૧ વીજ ગ્રાહકોની નોંધણી કરવામાં આવી હતી. જેની વીજક્ષમતા ૩૩૨૪ કિલો વોટ છે તેમ પણ મંત્રીશ્રીએ અન્ય પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.