Home મનોરંજન - Entertainment ફિલ્મ ‘આર્ટિકલ 370’ને દર્શકોનો સારો રિસપોન્સ, પણ ગલ્ફ દેશોમાં ફિલ્મ પર પ્રતિબંધ...

ફિલ્મ ‘આર્ટિકલ 370’ને દર્શકોનો સારો રિસપોન્સ, પણ ગલ્ફ દેશોમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવ્યો

63
0

(જી.એન.એસ),તા.૨૬

મુંબઈ,

યામી ગૌતમની ફિલ્મ ‘આર્ટિકલ 370’ 23 ફેબ્રુઆરીએ થિયેટરોમાં આવી છે. ફિલ્મને દર્શકોનો સારો રિસપોન્સ પણ મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ યામી ગૌતમની ફિલ્મનો ઉલ્લેખ કર્યો છે. જ્યાં ફિલ્મને લોકોનો પ્રેમ મળી રહ્યો છે. આ દરમિયાન તેના મેકર્સને પણ મોટો ઝટકો લાગ્યો છે. આર્ટિકલ 370ને ગલ્ફ દેશો જેવા કતર, કુવૈત, ઓમાન, સાઉદી અરેબિયામાં પ્રતિબંધ છે. આ ફિલ્મમાં કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદની સ્થિતિ દર્શાવવામાં આવી છે.

370 હટાવ્યા પછી ત્યાંની સ્થિતિ કેવી હતી, લોકો કેવી રીતે જીવનનિર્વાહ ચલાવતા હતા? આ સાથે આ કલમ હટાવવા માટે કેટલો સંઘર્ષ કરવો પડ્યો, આ બધું યામી ગૌતમની ફિલ્મમાં જોઈ શકાય છે. આ સિવાય ફિલ્મમાં રાજકીય બાબતો પણ જોવા મળે છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના પાત્રો પણ બતાવવામાં આવ્યા છે.

પીએમ મોદીએ ફિલ્મ વિશે કહ્યું હતું કે, “મેં સાંભળ્યું છે કે આર્ટિકલ 370 પર એક ફિલ્મ રિલીઝ થવાની છે. આ એક સારી વાત છે. “આનાથી લોકોને સાચી માહિતી મળશે.” પીએમ મોદીની પ્રતિક્રિયા પછી, યામી ગૌતમે તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “પીએમ મોદી પાસેથી ફિલ્મ વિશે સાંભળવું ખૂબ જ સન્માનની વાત છે. હું અને મારી ટીમ તમારી અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.” ‘આર્ટિકલ 370’નું નિર્દેશન આદિત્ય સુહાસ જાંભલેએ કર્યું છે. ફિલ્મમાં યામી ગૌતમે ઈન્ટેલિજન્સ ઓફિસર જુની હક્સરની ભૂમિકા ભજવી છે. તેની એક્ટિંગને ઘણી પસંદ કરવામાં આવી છે. લોકો તેની એક્ટિંગના ખૂબ વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેમના સિવાય અરુણ ગોવિલ, પ્રિયમણિ અને ઈરાવતી હર્ષે સહિત અન્ય ઘણા એકટર્સ પણ જોવા મળશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબારાસતમાં શાસક તૃણમૂલ કોંગ્રેસના નેતા બિજન દાસની ગોળી મારીને હત્યા કરવામાં આવી
Next articleગઝલ ગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની ઉંમરે નિધન