Home ગુજરાત દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત ખેડા જિલ્લામાં ૧૦૦ ટકા અરજીઓ મંજૂર: મંત્રી...

દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત ખેડા જિલ્લામાં ૧૦૦ ટકા અરજીઓ મંજૂર: મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર

29
0

ખેડા જિલ્લામાં દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત અપાયેલી સહાય સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું કે, ખેડા જિલ્લામાં વર્ષ-૨૦૨૩માં આ યોજના હેઠળ કુલ ૪૨ અરજીઓ આવી છે. તે પૈકી ૧૦૦ ટકા અરજીઓ એટલે કે તમામ ૪૨ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. તે પેટે કુલ રૂ. ૨૧ લાખની સહાય ચુકવવામાં આવી છે.

કુંવરબાઇનું મામેરું યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૬૧૯૮ અરજીઓ મંજુર કરી રૂ. ૭૪૩.૭૬ લાખની સહાય ચૂકવાઈ : સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર

(જી.એન.એસ),તા.૨૬

ગાંધીનગર/ખેડા,

વિધાનસભા ગૃહમાં સામાજિક ન્યાય અને અધિકારિકતા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે, કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત છેલ્લા એક વર્ષમાં જૂનાગઢ જિલ્લામાં ૬૨૧૫ અરજીઓ મળી હતી જેમાંથી ૬૧૯૮ અરજીઓ મંજૂર કરી હતી. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને છેલ્લાં એક વર્ષમાં રૂ. ૭૪૩.૭૬ લાખની સહાય ચૂકવવામાં આવી છે.

કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ૧૦૫૯ અરજીઓ મંજૂર કરી રૂ.૧૨૬.૬૦ લાખની સહાય ચૂકવાઇ છે જ્યારે માળિયા અને કેશોદ તાલુકામાં અનુક્રમે ૯૮૭ અને ૯૧૩ અરજીઓ મંજૂર કરાઇ છે જેમાં રૂ. ૧૧૮.૪૪ લાખ તથા રૂ. ૧૦૯.૩૨ લાખની સહાય ચૂકવાઇ છે તેમ મંત્રીશ્રીએ પુરક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું.

વિધાનસભા ગૃહમાં નિરાધાર વૃધ્ધ સહાય યોજના સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે,નિરાધાર વૃધ્ધો અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૧,૯૮૫ લાભાર્થીઓને રૂપિયા ૧૧૯૦.૭૭ લાખની સહાય ચુકવવામાં આવી છે.

નિરાધાર વિધવા મહિલાઓના પુન:સ્થાપન માટે આર્થિક સહાય પૂરી પાડવા અમદાવાદ શહેર અને જિલ્લામાં મળી બે વર્ષમાં ૪૫,૯૮૯ અરજીઓ મંજૂર કરાઇ
રાજ્યની નિરાધાર વિધવા મહિલાઓના પુન:સ્થાપન માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે ગુજરાત સરકાર દ્વારા ગંગા સ્વરૂપા યોજના અમલમાં મૂકવામાં આવી છે, તેમ મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ વિધાનસભા ગૃહ ખાતે સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું.

તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩ દરમિયાન અમદાવાદ શહેરમાં કુલ ૩૦,૭૬૧ તેમજ અમદાવાદ જિલ્લામાં કુલ ૧૫,૩૪૩ મળી કુલ ૪૬,૧૦૪ અરજીઓ મળી હતી. જે પૈકી રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શહેર અને જિલ્લામાં મળી કુલ ૪૫,૯૮૯ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જ્યારે જરૂરી દસ્તાવેજ-પુરાવાના અભાવે બાકીની ૧૧૫ અરજીઓ નામંજૂર કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો પદવીદાન સમારોહ યોજાયો
Next articleવહાલી દીકરી યોજના હેઠળ નવસારી જિલ્લામાં એક વર્ષમાં ૧૧૬૯ લાભાર્થીઓને રુ.૧૨,૮૫,૯૦, ૦૦૦ ની સહાય મંજૂર:- સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા