Home દેશ - NATIONAL DHFLના મૂળ પ્રમોટર કપિલ વાધવાને ડિસ્ક્લોઝર નિયમનો ભંગ કર્યો, સેબીએ બેન્ક ખાતા,...

DHFLના મૂળ પ્રમોટર કપિલ વાધવાને ડિસ્ક્લોઝર નિયમનો ભંગ કર્યો, સેબીએ બેન્ક ખાતા, ડિમેન્ટ ખાતાને ટાંચમાં લેવા આદેશ કર્યો

43
0

(જી.એન.એસ),તા.૨૩

નવીદિલ્હી,

દીવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ (DHFL)ના મૂળ પ્રમોટર ધીરજ વાધવાન અને કપિલ વાધવાનના બેન્ક ખાતા અને શેર તથા મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગ્સ પણ ટાંચમાં લેવા સેબીએ આદેશ કર્યો છે. પ્રમોટર કપિલ વાધવાને ડિસ્ક્લોઝર નિયમનો ભંગ કર્યો હોવાથી આ પેટે ~22 લાખની વસુલાત માટે સેબીએ આ આદેશ કર્યો હતો. ગત વર્ષે જુલાઈમાં સેબીએ ડિસ્ક્લોઝર નિયમોના ભંગ બદલ વાધવાન બંધુને ~22 લાખની પેનલ્ટી કરી હતી. જોકે હજી સુધી તેમણે આ દંડની રકમ જમા કરી નથી.

સેબીએ એટેચમેન્ટની બે અલગ-અલગ નોટિસ મંગળવારે બહાર પાડી છે, જેમાં તેણે વાધવાનના બેન્ક ખાતા, ડિમેન્ટ ખાતા, અને મ્યુચ્યુઅલ ફંડ ફોલિયો ટાંચમાં લેવા આદેશ કર્યો છે. મૂળ પેનલ્ટી, વ્યાજ, રિકવરી ખર્ચ મળીને કુલ ધીરજ પાસે ~10.6 લાખ અને કપિલ પાસે ~10.6 લાખ મળીને ~21.20 લાખની રકમ વસૂલવા માટે સેબીએ આદેશ કર્યો હતો.

 જુલાઈ 2023માં પ્રત્યેકને ~10-10 લાખની પેનલ્ટી કરી હતી. હાલમાં પિરામલ ફાઈનાન્સ કંપની છે તેનું અગાઉ નામ ડીએચએફએલ હતું. તે સમયે કપિલ તેના ચેરમેન અને એમડી હતા, જ્યારે ધીરજ નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા.

ડીએચએફએલે પ્રામેરિકા લાઈફ ઈન્સ્યોરન્સમાં ડીએચએફએલનો જે હિસ્સો હતો તે આ બન્ને ભાઈઓએ સંપૂર્ણ સબસિડરી ડીએચએફએલ ઈન્વેસ્ટમેન્ટ્સ અને અન્ય રિલેટેડ ટ્રાન્ઝેક્શન્સ મારફતે ટ્રાન્સફર કરી દીધા હતા, જેની સેબીએ તપાસ કર્યા બાદ આ માલૂમ પડ્યું હતું. ફેબ્રુઆરી-માર્ચ 2017માં સેબીએ આ તપાસ કરી હતી.

સેબીને માલૂમ પડ્યું હતું કે કંપનીએ પોસ્ટલ બેલટમાં અપૂરતી માહિતી આપી હતી, જેના માટે આ બન્ને ભાઈઓ જ જવાબદાર હતા. સેબીએ કહ્યું હતું કે આ બન્ને તેમના બેન્ક ખાતામાંથી તમામ રકમ અને ડિમેટ ખાતામાંથી શેર અન્યત્ર ડાઈવર્ટ કરી શકે છે અને આમ થશે તો નાણાંની રિકવરીમાં વધારે વિલંબ થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાઓ ૪૦૦૦ કરોડ થી વધુ મૂલ્યોના ૧૧ વિકાસકાર્યો નું પ્રધાનમંત્રી મોદી ના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
Next articleઆજે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દિલ્હીના ભારત મંડપમ ખાતે સહકારી ક્ષેત્ર માટે બહુવિધ ચાવીરૂપ પહેલોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે