(જી.એન.એસ),તા.૨૩
વોશિંગ્ટન,
એપલની હાર્ડવેર ટીમમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. એપલના એકોસ્ટિક્સ ડિવિઝનના વાઈસ પ્રેસિડેન્ટનું પદ રુચિર દવે સંભાળવા જઈ રહ્યો છે. તે લગભગ 14 વર્ષથી Appleમાં કામ કરી રહ્યો છે. રૂચિર દવે ટૂંક સમયમાં ગેરી ગીવ્ઝનું સ્થાન લેશે. રૂચિર દવે ગુજરાતમાંથી સ્નાતક થયો છે. તમને તેના વિશે વિગતવાર જણાવી દઈએ. રુચિર દવેના લિંક્ડઈન એકાઉન્ટ્સ પરથી જાણ થાય છે કે તે લગભગ 14 વર્ષથી કંપનીમાં સેવા આપી રહ્યો છે. તે વર્ષ 2009માં એપલ સાથે જોડાયો હતો. અહીં તે એકોસ્ટિક્સ એન્જિનિયર ટીમને કમાન્ડ કરતો હતો. આ પછી તેને વર્ષ 2012 માં મેનેજર લેવલ પર પ્રમોટ કરવામાં આવ્યો હતો. વર્ષ 2021માં તેને વરિષ્ઠ નિર્દેશકના પદ પર નિયુક્ત કરવામાં આવ્યો હતો. Apple પહેલા તેને લગભગ 10 વર્ષ સિસ્કોમાં કામ કર્યું.
તેના લિંક્ડઈન એકાઉન્ટ્સથી ખબર પડે છે કે તે શારદા મંદિર, અમદાવાદનો વિદ્યાર્થી રહ્યો છે. જ્યાં તેને 1982 થી 1994 સુધી અભ્યાસ કર્યો. આ પછી તેને 1998માં અમદાવાદની લાલભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી સ્નાતક થયા. આ પછી તે પેન સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયો. મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ માહિતી રુચિર દવેને ઓળખનારા લોકોએ આપી છે. પરંતુ આ જાહેરાત હાલ માટે ખાનગી રાખવામાં આવી છે, જેના કારણે તેને તેની ઓળખ છુપાવવાનું કહ્યું. કંપનીએ આની ઓફિશિયલ જાહેરાત કરી નથી. Apple હાર્ડવેર ટીમમાં લગભગ 300 કર્મચારીઓ કામ કરે છે. આ લોકો કંપનીના હોમપોડ, એરપોડ્સ અને સ્પીકર્સ બિઝનેસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ ટીમ સાઉન્ડ અને માઈક્રોફોન ટેક્નોલોજીને એડવાન્સ બનાવવા પર પણ કામ કરે છે. આ ટીમ સ્પેશિયલ ઓડિયો જેવી સોફ્ટવેર ફીચર પર પણ કામ કરે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.