Home મનોરંજન - Entertainment વિદ્યા બાલનએ તેના નામના ફેક એકાઉન્ટથી લોકો સાથે છેતરપિંડી થતી હોવાની ફરિયાદ...

વિદ્યા બાલનએ તેના નામના ફેક એકાઉન્ટથી લોકો સાથે છેતરપિંડી થતી હોવાની ફરિયાદ કરી

37
0

બોલિવૂડ એક્ટ્રેસે મુંબઇનાં ખાર પોલીસ સ્ટેશનમાં FIR કરી

(જી.એન.એસ),તા.૨૨

મુંબઈ,

બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલને તેનું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને ઇ-મેઇલ આઇડી વાપરી ફિલ્મ ઉદ્યોગના લોકો સાથે છેતરપિંડી થતી હોવાની ફરિયાદ કરી છે. એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે, બાલને સોમવારે ખાર પોલીસ સ્ટેશનમાં FIR કરી હતી. ફિલ્મો સાથે સંકળાયેલા એક સ્ટાઇલિસ્ટને ૧૬ જાન્યુઆરીએ અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ મળ્યો હતો. મેસેજ મોકલારે પોતે વિદ્યા બાલન હોવાનો દાવો કર્યો હતો અને સ્ટાઇલિસ્ટ સાથે કામની ચર્ચા કરવા ઇચ્છુક હોવાનું જણાવ્યું હતું. મેસેજને પગલે છેતરપિંડીનો ઘટસ્ફોટ થયો હતો. સ્ટાઇલિસ્ટ પાસે વિદ્યા બાલનની કોન્ટેક્ટ અંગેની માહિતી હતી. એટલે તેને કંઇક ખોટું થઈ રહ્યું હોવાની આશંકા થઈ હતી.

અધિકારીના જણાવ્યા અનુસાર સ્ટાઇલિસ્ટે વિદ્યા બાલનને જાણ કરી હતી. બાલને તેને કોઈ મેસેજ નહીં મોકલ્યો હોવાની માહિતી આપી હતી. ઉપરાંત, એ અજાણ્યો નંબર પોતાનો નહીં હોવાનું જણાવ્યું હતું. વિદ્યા બાલનને ૧૭થી ૧૯ જાન્યુઆરીના ગાળામાં જાણવા મળ્યું કે કોઈ તેની ફેક ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ અને બોગસ ઇમેઇલ આઇડી બનાવીને વિદ્યા બાલન હોવાનો દાવો કરે છે. તે વિદ્યા બાલનના નામનો ઉપયોગ કરીને ફિલ્મ ઉદ્યોગના લોકોનો સંપર્ક કરતા હતા અને તેમની સાથે કામની ચર્ચા કરવા ઇચ્છુક હોવાનું જણાવતા હતા. સમગ્ર ઘટનાથી પરેશાન બાલને તેના મેનેજરને ખાર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું હતું અને ૨૦ જાન્યુઆરીએ લેખિત ફરિયાદ કરાઈ હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 72677 પર ખુલ્યો
Next articleહિના ખાને ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ, તસ્વીરો વાયુવેગે વાઈરલ