ગુજરાતમાં બિન ઉપયોગી પડતર જમીનો પર સોલર પ્રોજેક્ટ કાર્યાન્વિત કરી વીજ ઉત્પાદન કરવાનો નવતર અભિગમ
સાયલા ખાતે પણ પડતર જમીન પર સોલાર પ્રોજેક્ટ સ્થાપિત કરવાનું રાજ્ય સરકારનું આયોજન
(જી.એન.એસ),તા.૨૧
ગાંધીનગર,
સબ સ્ટેશનની બાજુમાં પડતર જમીનમાં સોલાર પ્રોજેક્ટ સ્થાપિત કરવાની યોજના સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગા વોટ રિન્યુએબલ ઊર્જા ક્ષમતાનો ભારતે લક્ષ્યાંક રાખ્યો છે ત્યારે આ લક્ષ્યાંકમાં ગુજરાતનો ૧૦૦ ગીગા વોટ્સ વીજ ક્ષમતા ફાળો થાય તે દિશામાં ટીમ ગુજરાત કામગીરી કરી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં બિન ઉપયોગી પડતર જમીનો પર સોલર પ્રોજેક્ટ કાર્યાન્વિત કરી વીજ ઉત્પાદન કરવાનો નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. એટલું જ નહિ, ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં ગુજરાત પ્રથમ રાજ્ય છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, તા.૩૧મી ડિસેમ્બર ૨૦૨૩ની સ્થિતિએ સુરેન્દ્રનગર જિલ્લામાં પડતર જમીન પર ખાંડિયા ખાતે ૩૫ મેગાવોટની સ્થાપિત ક્ષમતાનો સોલાર પ્રોજેક્ટ કાર્યાન્વિત છે. એટલું જ નહિ, સાયલા ખાતે આ જ યોજના હેઠળ અન્ય એક સોલાર પ્રોજેક્ટ સ્થાપિત કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.