Home ગુજરાત પાણીના અભાવ વાળા વિસ્તારોમાં પણ સિંચાઇનું પાણી પહોંચ્યું: જળસંપત્તિ રાજ્ય મંત્રી શ્રી...

પાણીના અભાવ વાળા વિસ્તારોમાં પણ સિંચાઇનું પાણી પહોંચ્યું: જળસંપત્તિ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલ

27
0

છેલ્લાં બે વર્ષમાં નહેર સુધારણાના કુલ રૂ. ૫૨૪૩.૦૧ લાખનાં કામો મંજૂર કરાયા

(જી.એન.એસ),તા.૨૧

ગાંધીનગર,

કાકરાપાર યોજના થકી સુરત જિલ્લામાં પાણીના અભાવ વાળા વિસ્તારોમાં પણ સિંચાઇનું પાણી પહોંચ્યું છે. આ યોજના ની મદદથી વધુને વધુ ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે હેતુથી નહેરોના નહેર સુધારણાના કામો મંજૂર કરવામાં આવ્યાં છે. છેલ્લાં બે વર્ષમાં નહેર સુધારણાના કુલ રૂ. ૫૨૪૩.૦૧ લાખનાં કામો મંજૂર કરવામાં આવ્યા છે. નહેર સુધારણાના મંજૂર થયેલા તમામ કામો જૂન ૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે તેમ વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય શ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જળસંપત્તિ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલે જણાવ્યું હતું.

નહેર સુધારણાના કામો થવાથી સુરત જિલ્લામાં ૧૬,૦૯૬ હેકટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. ખેડૂતો પહેલા ૩ હજાર હેકટરમાં ડાંગરની ખેતી કરતા હતા કાકરાપાર નહેરની કેપેસિટીમાં ૩,૬૫૦ ક્યુસેક જેટલો વધારો થવાથી ખેડૂતો ૧૮ હજાર હેકટર વિસ્તારમાં ડાંગરની ખેતી કરી રહ્યાં છે.જેના કારણે ખેડૂતો આજે ૨૦૦ કરોડનું ડાંગર પકવી રહ્યાં છે તેમ પણ મંત્રીશ્રીએ પુરક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોરબી જિલ્લામાં આગામી બે વર્ષમાં નવા ૧૨ ચેક ડેમોનું નિર્માણ કરાશે : જળ સંપત્તિ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ
Next articleINS વાલસુરા ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતમાં અગ્નિવીરોનો દીક્ષાંત સમારોહ યોજાયો