(જી.એન.એસ),તા.૨૧
અફઘાનિસ્તાન,
અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર નૂર અહમદને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ILT20થી નૂરને 12 મહિના માટે પ્રતિબંઘ લગાવવામાં આવ્યો છે. તેની ફ્રેન્ચાઇઝી શારજાહ વોરિયર્સે નૂર અહેમદને ઇન્ટરનેશનલ લીગમાંથી પ્રતિબંધિત કર્યો છે. અફઘાન ખેલાડી પર કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. તમને જણાવી દઈએ કે, અફઘાનિસ્તાનના સ્પિનર નૂર અહમદને શારજહા વોરિયર્સે 1 સીઝન માટે સાઈન કર્યો હતો. ત્યારબાદ બીજી સીઝન માટે નૂરને ફ્રેન્ચાઈઝી રિટેન કરવા માંગતી હતી. તેનું રિટેન્શન નોટિસ પણ આપવામાં આવી હતી પરંતુ અહમદે તેના પર સાઈન કરવાની ના પાડી દીધી હતી. જેના કારણે તેના પર 12 મહિનાનો પ્રતિબંઘ લાગ્યો છે. નૂર અહમદ માત્ર શારજહા વોરિયર્સ જ નહિ પરંતુ ઈન્ટરનેશનલ લીગ ટી 20માં પણ કોઈ પણ ફ્રેન્ચાઈઝી સાથે રમી શકશે નહિ.
19 વર્ષના નૂર અહમદે અત્યારસુધી અફઘાનિસ્તાન માટે 9 વનડે રમી છે. જેમાં તેમણે 8 વિકેટ લીધી છે. તેમણે 6 ટી 20માં 5 વિકેટ પણ પોતાના નામ કરી છે. આટલું જ નહિ નૂર આઈપીએલ પણ રી ચૂક્યો છે. તેમણે ગત્ત વર્ષે ગુજરાત ટાઈટન્સ માંથી રમતા આઈપીએલમાં ડેબ્યુ કર્યું હતુ. નૂરે 13 આઈપીએલ મેચમાં 16 વિકેટ લીધી છે. ફાસ્ટ બોલર નવીન-ઉલ-હક બાદ નૂર અહમદ અફઘાનિસ્તાનનો બીજો એવો ખેલાડી બની ગયો છે જેને ઈન્ટરનેશનલ લીગ T20માં પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.નવીન ઉલ હકની જેમ નૂર પર પણ પ્રતિબંઘ લાગ્યો છે.યુએએમાં આયોજીત થનારી આઈએલટી20 લીગે અફઘાનિસ્તાનના સ્પિનર નૂર અહમદ પર એક વર્ષનો પ્રતિબંઘ લગાવ્યો છે. તેમણે આ લીગ છોડી સાઉથ આફ્રિકાની ટી 20 લીગમાં રમવાનો નિર્ણય લીધો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.