Home વ્યાપાર જગત - BUSINESS Quess Corp એ જાહેરાત કરી, કંપની શેરહોલ્ડર્સને બે નવી કંપનીના શેર આપશે

Quess Corp એ જાહેરાત કરી, કંપની શેરહોલ્ડર્સને બે નવી કંપનીના શેર આપશે

36
0

કંપની દ્વારા ડિમર્જરની જાહેરાત બાદ તેના શેર ખરીદવા માટે ધસારો જોવા મળ્યો

(જી.એન.એસ),તા.૧૯

મુંબઈ,

Quess Corp ના શેરમાં આજે 19 જાન્યુઆરીના રોજ ખરીદીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. કંપની દ્વારા ડિમર્જરની જાહેરાત બાદ તેના શેર ખરીદવા માટે ધસારો જોવા મળ્યો હતો. તેના કારણે શેરમાં અંદાજે 16 ટકાનો ઉછાળો આવ્યો હતો. વધારા બાદ કેટલાક રોકાણકારોએ પ્રોફિટ બુક કર્યો હતો પરંતુ ભાવ હજુ પણ મજબૂત સ્થિતિમાં છે. Quess એ ટોપ 50 વૈશ્વિક સ્ટાફિંગ કંપની છે અને ભારતમાં ત્રીજા નંબર પર છે. Quess Corp ના શેરના ભાવ આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે 9.33 ટકાના વધારા સાથે 548.20 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા છે. ઈન્ટ્રા ડેમાં શેર 15.79 ટકાના ઉછાળા સાથે 580 રૂપિયાના હાઈ લેવલ પર પહોંચ્યા હતા. આ ભાવ શેરનું એક વર્ષનું રેકોર્ડ હાઈ લવલ છે. Quess Corp એ જાહેરાત કરી છે કે તે તેના સમગ્ર બિઝનેસને ત્રણ અલગ-અલગ ભાગોમાં વિભાજિત કરશે. કંપનીના આ પ્રસ્તાવને 16 ફેબ્રુઆરીએ મળેલી બોર્ડ મીટિંગમાં મંજૂરી આપવામાં આવી છે.

કંપનીના ડિમર્જર પ્લાન મુજબ, તેની ત્રણ અલગ-અલગ કંપનીઓ Quess Corp, Digitide Solutions અને BlueSpring Enterprise સ્થાનિક બજારમાં લિસ્ટેડ થશે. Quess વર્કફોર્સ મેનેજમેન્ટ અને બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટનું સંચાલન કરશે. ડિજીટાઈડ ઈન્સ્યોરટેક અને એચઆર આઉટસોર્સિંગનું સંચાલન કરશે, જ્યારે બ્લુસ્પ્રિંગ ફેસિલિટી મેનેજમેન્ટ, ઔદ્યોગિક સેવાઓ અને રોકાણોનું સંચાલન કરશે. ડિમર્જર પ્લાન હેઠળ, Quess શેરહોલ્ડર્સને દરેક શેર માટે 3 લિસ્ટેડ કંપનીઓમાંથી પ્રત્યેક એક શેર મળશે. આ ડિમર્જર પ્લાનને એકથી દોઢ વર્ષમાં રેગ્યુલેટરી મંજૂરી મળે તેવી શક્યતા છે. Quess Corpમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 56.6 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 16.4 ટકા છે. કંપનીમાં કુલ 84,747 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 8110 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 961 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 233 કરોડ રૂપિયા છે. કંપનીએ 1 વર્ષમાં 47.13 ટકા અથવા 175 રૂપિયાનું રિટર્ન આપ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleBCILએ સ્ટોક વિભાજનની જાહેરાત કરી
Next articleકેરળના ટોલિન્સ ટાયર્સે 230 કરોડ રૂપિયાના IPO માટે સેબી સમક્ષ અરજી કરી