Home ગુજરાત લોકસભા ચૂંટણી- ૨૦૨૪ : ગાંધીનગર જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા...

લોકસભા ચૂંટણી- ૨૦૨૪ : ગાંધીનગર જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા લોકોને મતદાન કરવાની અપીલ સાથે મતદાન જાગૃતિ રેલી યોજાઇ

20
0

(જી.એન.એસ),તા.૧૯

ગાંધીનગર,

ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકાઓની જુદી જુદી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મારફતે આગામી લોકસભા ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત યુવા મતદાતાઓને પ્રોત્સાહિત કરવા અને લોકોને મતદાન કરવાની અપીલ સાથે મતદાન જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ લોકશાહીના પર્વને ઉત્સાહપૂર્વક ઉજવવા સઘન પ્રયાસો સ્વરૂપે વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના માધ્યમથી એક સુંદર ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં જ્યાં ઓછું મતદાન થાય છે તેવા વિસ્તારમાં લોક જાગૃતિ દ્વારા મતદાન ઊંચું જાય તે માટે પણ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એમ.કે.દવેના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તેજ કવાયત હાથ ધરવામાં આવી છે.

આગામી લોકસભા ચૂંટણીમાં ગાંધીનગર જિલ્લાની વિવિધ શાળાઓના માધ્યમથી તથા વિદ્યાર્થીઓના માધ્યમથી સ્વીપ એક્ટિવિટી અંતર્ગત આગામી તા.૧૯/૦૨/૨૦૨૪ થી લોકો મતદાન પ્રત્યે જાગૃત થાય તે હેતુથી અલગ-અલગ પ્રવૃત્તિઓ હાથ ધરાનાર છે.

વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ મારફતે અલગ-અલગ સ્લોગન સાથે “મારો મત મારું ભવિષ્ય”,* મારું ગામ મારું અભિમાન, કરી બતાવો ૧૦૦% (ટકા) મતદાન”, “મારો મત મારો અધિકાર”,“મતદાન એ જ મહાદાન” જેવા સુત્રો સાથેના બેનરો લઈ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદ-ગાંધીનગરના કર્મયોગીઓ અને સચિવાલયમાં પોતાના કામકાજ માટે આવતા સામાન્ય નાગરિકોને  મળશે નવી ૭૦ એસ.ટી. બસ સેવાઓનો લાભ
Next articleગુજરાતના બંદરો પરથી આશરે 105 કરતા વધારે દેશોમાં 60 કરતા વધારે કોમોડીટી-જણસની નિકાસ : રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા