Home ગુજરાત ઉત્તર ગુજરાત ગાંધીનગર સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડીંગનાં સાતમા માળેથી ટીબીની બીમારીથી પીડાતા યુવાને મોતની...

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડીંગનાં સાતમા માળેથી ટીબીની બીમારીથી પીડાતા યુવાને મોતની છલાંગ લગાવી

26
0

(જી.એન.એસ),તા.૧૮

ગાંધીનગર,

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડીંગનાં સાતમા માળેથી ટીબીની બીમારીથી પીડાતા યુવાને મોતની છલાંગ લગાવીને આપઘાત કરી લેતાં સેકટર – 7 પોલીસ ઘટનાસ્થળે પહોંચી દોડી જઈ વધુ તપાસનો દોર શરૂ કર્યો છે. વહેલી સવારે કોઈપણ સમયે યુવાને સાતમા માળથી મોતનો ભૂસકો મારતાં પોલીસે સમગ્ર ઘટના અંગે ટીબી વોર્ડના કર્મચારીઓની પણ પૂછતાંછ હાથ ધરી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડીંગનાં ટીબી વોર્ડમાં પિયજ ગામનો વીસેક વર્ષીય રાહુલ ઈશ્વરજી ઠાકોર સારવાર અર્થે દાખલ હતો. આજે વહેલી સવારના રાહુલને વોર્ડના કેટલાક કર્મચારીઓએ જોયો પણ હતો. આ અરસામાં સાતમા માળેથી કોઈએ પડતું મુક્યું હોવાનું જાણીને કર્મચારીઓની નીચે દોડી ગયા હતા. ત્યારે માલુમ પડયું હતું કે, ટીબીની સારવાર અર્થે દાખલ રાહુલ ઠાકોરે મોતની છલાંગ લગાવી લીધી છે. બાદમાં ગંભીર ઈજાગ્રસ્ત રાહુલને તાત્કાલિક ઈમર્જન્સી વિભાગમાં લઈ જવાયો હતો. પરંતુ છેક સાતમા માળેથી નીચે પટકાવાથી રાહુલ મોતને ભેટયો હતો.

આ બનાવના પગલે મૃતકના સગા વહાલા પણ દોડી આવ્યા હતા. જ્યારે વોર્ડના ફરજ પરના કર્મચારીઓએ ઉપરી અધિકારીને પણ જાણ કરી કરી દેવાઈ હતી. બીજી તરફ બનાવની જાણ થતાં સેકટર – 7 પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ અંગે પીએસઆઇ એ આર ચૌધરીએ કહ્યું કે, રાહુલ ઠાકોર ટીબી પેશન્ટ હોવાનું જાણવા મળ્યું છે. જે વોર્ડમાં દાખલ હતો. જેણે આજે સવારના કોઈપણ સમયે સાતમા માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધો છે. આ અંગે વધુ હાલમાં વધુ તપાસ – પૂછતાંછ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ ગાંધીનગરનાં સરગાસણની સીમમાં એચીવર સ્કુલ પાસેનાં છાપરામાં રહી ખેત મજુરી કરતા ધનજીભાઈ નામના વ્યક્તિએ પણ ચામડીની બીમારીથી કંટાળીને સિવિલનાં નવા બિલ્ડીંગના સાતમા માળેથી પડતું મુકી આપઘાત કર્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુડા આવાસ યોજનામાં માર્ચ માસના પ્રથમ 2 સપ્તાહ પહેલાં ડ્રો કરી દેવા માટે તમામ પ્રકારની કામગીરી પૂર્ણ
Next articleધ્રાંગધ્રાના હરીપર ગામ પાસે ચાલુ વાનનું ટાયર ફાટી જતા વાન પલ્ટી મારી ગઈ, ઘટનાં સ્થળે જ 4 નાં મોત