Home ગુજરાત યશસ્વી જયસ્વાલએ ફટકારેલી સિક્સમાં એટલો પાવર હતો કે ડગઆઉટની ખુરશી તૂટી ગઈ

યશસ્વી જયસ્વાલએ ફટકારેલી સિક્સમાં એટલો પાવર હતો કે ડગઆઉટની ખુરશી તૂટી ગઈ

50
0

(જી.એન.એસ),તા.૧૮

રાજકોટ,

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. આ રોમાંચક મેચમાં ભારતની બીજી ઈનિગ્સમાં યશસ્વી જયસ્વાલનું પ્રદર્શન શાનદાર છે તેની ચર્ચા ચારે બાજુ પર થઈ રહી છે. તેમણે ઈંગ્લેન્ડના બોલર પર કાઉંટર અટેક કર્યો અને જેમ્સ એન્ડરસનથી લઈ માર્ક વુડ અને ટોમ હાર્ટલ સૌને હંફાવી દીધા હતા. 104 રનના સ્કોર પર યશસ્વીને કમરમાં દુખાવો થતાં રિટાયર્ડ હર્ટ થયો હતો. તેની ઈનિગ્સ એટલી શાનદાર હતી કે, તે પેવેલિયન પરત ફર્યો હતો.

આ 22 વર્ષના બેટ્સમેને બીજી ઈનિગ્સમાં એટલો શાનદાર શોર્ટ માર્યો કે, તેના ફોટો હવે વાયરલ થઈ રહ્યા છે. રિટાયર્ડ હર્ટ થતા પહેલા યશસ્વી જયસ્વાલે 133 બોલમાં 104 રન બનાવ્યા હતા, પોતાની આ ઈનિગ્સમાં 4 ચોગ્ગા અને 5 સિક્સ ફટકારી હતી. તેમણે આ મેચમાં પહેલી સિક્સ બીજી ઈનિગ્સમાં 27મી ઓવરમાં જેમ્સ એન્ડરસનના ચોથા બોલ પર ફટકારી હતી. ત્યાર બાદ તેમણે ટોર્મ હાર્ટલની 28મી ઓવરના છેલ્લા 2 બોલ પર 2 સિક્સ ફટકારી હતી.

યશસ્વી જયસ્વાલે ચોથી સિક્સ 31મી ઓવરમાં રેહાન અહમદના બોલ પર ફટકારી હતી. આ શોર્ટ એટલો શાનદાર હતો કે, સીધો ઈંગ્લેન્ડના ડગઆઉટમાં ગયો હતો. ડગઆઉટમાં રાખેલી ખુરશી પર પડતા ખુરશીના પાયા તુટી ગયા હતા. જે ફોટો વાયરલ થઈ રહ્યા છે. 5 ટેસ્ટ મેચની સિરીઝની આ ત્રીજી ટેસ્ટ છે. અહીં જીતનારી ટીમ સિરીઝમાં 2-1ની લીડ મેળવી લેશે.ગિલના રન આઉટ થયા બાદ યશસ્વી જયસ્વાલ ફરીથી ક્રિઝ પર આવ્યો છે. તે પોતાની ઇનિંગ્સને 104 રનથી આગળ લંબાવશે. આ પહેલા ત્રીજા દિવસની રમતમાં જયસ્વાલ રિટાયર્ડ હર્ટ થઈ ગયો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ સિક્સર ફટકારવાનો પોતાનો જ રેકોર્ડ તોડી દીધો
Next articleરાજ્યમાં મિશ્ર ઋતુ વચ્ચે ગરમીમાં વધારો