Home ગુજરાત આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે નોડલ અધિકારીશ્રીઓની બેઠકમાં માર્ગદર્શન આપતા કલેક્ટરશ્રી

આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે નોડલ અધિકારીશ્રીઓની બેઠકમાં માર્ગદર્શન આપતા કલેક્ટરશ્રી

21
0

(જી.એન.એસ),તા.૧૪

ગાંધીનગર,

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ને ધ્યાને લઈને ગાંધીનગર જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા નિમણૂક કરાયેલા વિવિધ નોડલ ઓફિસરોની એક બેઠક જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી એમ. કે. દવેના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ ઉપસ્થિત નોડલ અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરી સંદર્ભે વિચાર વિમર્શ કર્યો હતો અને ચૂંટણીલક્ષી કામગીરી સંદર્ભે સતત અપડેટ રહીને વહેલી તકે આનુષાંગિક કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું. ખાસ કરીને ચૂંટણીલક્ષી કામગીરી સંદર્ભે પ્રથમ વખત નોડલ અધિકારી તરીકે કાર્ય કરી રહેલા અધિકારીઓને તેમની કામગીરી સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આગામી સમયમાં યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી મુકત અને ન્યાયી વાતાવરણમાં પારદર્શિતાથી યોજાય તે માટે નોડલ અધિકારીઓને પરસ્પર સંકલન દ્વારા વધુ સારી કામગીરી કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ અનુરોધ પણ કર્યો હતો. આ અવસરે જિલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ અધિકારી, કર્મચારીઓને સમય મર્યાદામાં ચૂંટણી સંબંધિત તાલીમ આપવા, વિવિધ સમિતિઓની રચના કરવા સહિતની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થાય તેની તકેદારી રાખવા આગ્રહ પૂર્વક જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ. કે. મોદી, નિવાસી અધિક કલેકટર શ્રી દિગંત બ્રહ્મભટ્ટ, જુદા જુદા નોડલ ઓફિસર્સ, મદદનીશ ચૂંટણી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field