સરકારી નોકરીઓ-શિક્ષણમાં ગરીબ સવર્ણોને મળશે અનામતનો લાભ,કેબિનેટમાં લેવાયો નિર્ણય સરકાર બંધારણીય સુધારો સંસદમાં રજૂ કરે તેવી શક્યતા,હાલનો ક્વોટા ૪૯.૫ ટકાથી વધીને ૫૯.૫ ટકા કરાશે,તેમાંથી ૧૦ ટકા ક્વોટા આર્થિક રીતે પછાત લોકો માટે હશે
(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૭
૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલાં જ કેન્દ્રની મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલાં મોટો દાવ રમી ગરીબ સવર્ણો માટે નોકરી અને શિક્ષણમાં ૧૦ ટકા અનામત આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સોમવારના રોજ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને પાસ કરાયો.
કેન્દ્ર સરકાર અનામતની આ નવી ફોર્મ્યુલાને લાગૂ કરવા માટે અનામતનો ક્વોટા વધારશે. સરકાર સંવિધાન સંશોધન માટે પોતાના આ ગેમચેન્જર મનાઇ રહેલા મુવને અમલમાં મૂકવાની કોશિષ કરશે.
સૂત્રોના મતે અનામતનો હાલનો ક્વોટા ૪૯.૫ ટકાથી વધીને ૫૯.૫ ટકા કરાશે. તેમાંથી ૧૦ ટકા ક્વોટા આર્થિક રીતે પછાત લોકો માટે હશે. આપને જણાવી દઇએ કે લાંબા સમયથી આર્થિક રીતે પછાત સવર્ણો માટે અનામતની માંગણી કરાઇ રહી હતી.
મહત્વનું છે કે અનામત આપીને કેન્દ્ર સરકારે આગામી ૨૦૧૯ની ચૂંટણીમાં પણ ઘણો લાભ લઇ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે મંગળવારે મોદી સરકાર સંવિધાન સંશોધન બિલ સંસદમાં રજૂ કરી શકે છે. જણાવીએ કે મંગળવારે જ સંસદનાં શીતકાલીન સત્રનો છેલ્લો દિવસ છે.
સરકાર આના માટે જલ્દી જ સંવિધાનમાં બદલાવ કરશે. આના માટે સંવિધાનના અનુચ્છેદ ૧૫ અને અનુચ્છેદ ૧૬માં બદલાવ કરવામાં આવશે. બંન્ને અનુચ્છેદમાં બદલાવ કરીને આર્થિક આધાર પર આરક્ષણ આપવાનો રસ્તો સ્પષ્ટ થઈ જશે.
૨૦૧૮માં જીઝ્ર/જી્ એક્ટમાં કરવામાં આવેલા પરિવર્તનને લઈને સવર્ણો અને મોદી સરકાર સાથે નારાજગી ચાલી રહી હતી. તેને જોતા ભાજપે આ નિર્ણય કર્યો છે. અનામતનો હાલનો ક્વોટા ૪૯.૫ ટકાથી વધીને ૫૯.૫ ટકા કરાશે.
ઉલ્લેખનીય છે કે નરસિમ્હા રાવ સરકારે આર્થિક આધાર પર અનામતનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ સરકારે ૧૯૯૧માં ૧૦ ટકા અનામતનો નિર્ણય કર્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને ફગાવતા કહ્યુ કે ગરીબી અનામતનો આધાર નથી.
કેન્દ્ર સરકારે આર્થિક રીતે પછાત સવર્ણો માટે ૧૦ ટકા ક્વોટાના પ્રસ્તાવને પાસ કરી દીધો છે, પરંતુ તેને લાગૂ કરવો હજુ ખૂબ મુશ્કેલ છે. સરકારને તેના માટે સંવિધાનમાં સંશોધન કરવું પડશે. તેના માટે તેને સંસદમાં અન્ય દળોનું સમર્થન પણ મેળવવું પડશે.
આગામી બે-ત્રણ મહિનામાં લોકસભા ચૂંટણી આવવાની છે. આ જોતાં સવર્ણોને અનામત આપવાનો નિર્ણય ભાજપ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તાજેતરમાં જ ભાજપના જ ગઢ એવા મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપનો પરાજય થયો હતો. આ ઉપરાંત ગત લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં ભાજપને ૮૦માંથી ૭૩ બેઠક મળી હતી. આ વખતે ભાજપને પડકાર આપવા સપા અને બસપા હાથ મિલાવાના છે. આથી આ ગઠબંધનનો સામનો કરવા માટે ભાજપે માસ્ટરસ્ટ્રોક માર્યો હોવાનું કહેવાય છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.