Home ગુજરાત રાજ્યમાં અધધધ…25 હજાર કરોડના દારૂનું વેચાણ..!?, ઝૂમ બરાબર – ઝૂમ ગુજરાત

રાજ્યમાં અધધધ…25 હજાર કરોડના દારૂનું વેચાણ..!?, ઝૂમ બરાબર – ઝૂમ ગુજરાત

612
0

(જી.એન.એસ., દિલીપ પટેલ) તા.3
છેલ્લાં 20 વર્ષમાં ભાજપ સરકારોએ દારુબંધીમાં અનેક છટકબારી રાખીને દારુ મળે તે માટે છૂટછાટ આપી છે. જેમાં ખાસ આર્થિક વિસ્તાર, હવાઈ મથકેથી દારુની પરમીટ આપવી, હોટેલોમાં છુટછાટ આપવી, રાજ્ય બહારથી આવતાં પ્રવાસીઓને તુરંત દારુ પિવાનો પરવાનો આપવો જેવી બાબતોનો સમાવેશ થાય છે. તેમ છતાં ઈશુના નવા વર્ષે ગુજરાતના વલસાડમાં 954 લોકો પકડાયા હતા. દમણથી 90 ટકા દારુ ગુજરાતમાં આવે છે. દરેક જિલ્લામાં આ રીતે પકડાયા હતા. પણ 33 જિલ્લામાંથી મોટા ભાગના જિલ્લામાં પોલીસે દારુ પિવાના આ વખતે ઓછા ગુના નોંધ્યા છે. ગુજરાતની કોર્ટોમાં દારુ પિનારાઓના બોમ્બે પ્રોહિબિશન એક્ટ (નશાબંધી કાયદા)ના 55,645 હજાર ગુના પડતર છે. 2 એપ્રિલ 1981માં 3,000 દારૂબંધી ભંગના કેસો ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી ચલાવ્યા વગર અદાલતમાં પડતર હતા. આમ વસતિ વધી છે તેની સરખામણીએ દારુ પિનારાઓ ગુજરાતમા વધ્યા છે. દારુનો કાયદો કડક કરાયો તેને આજે એક વર્ષ થયું છે, છતાં દારુ આરામથી મળે છે. લોકો પિવે છે. કડક કાયદા પોલીસ અને રાજકારણીઓના હપ્તા વધી ગયા છે.


વિદેશથી આવતાં લોકોને ગુજરાતમાં મુક્ત રીતે દારુ પિવાની છૂટ છે પણ ગુજરાતમાં રહેતાં લોકોને દારુ પિવો હોય તો પરવાનો આપવામાં આવતો નથી. આમ ગુજરાતમાં ભેદભાવભરી નીતિ આપનાવવામાં આવી રહી છે. દારુ પીવા માટે પરવાનો લેવો પડે છે. શિયાળોમાં વિદેશી મુસાફરો આવતાં અને હવે વાયબ્રંટમાં વેપારીઓ આવવાનું શરૂ થતાં જ 3,20,000 (ત્રણ લાખ વીસ બહાર) કરતાં વધું પરવાના દારુ પિવા માટે આપવામાં આવશે. જેની સામે ગુજરાતના નાગરિકોને આરોગ્યના કારણોસર 52,876 પરવાના આપવામાં આવ્યા છે. જે અગાઉના વર્ષોમાં 72 હજાર પરવાના હતા. હવે દારૂના અડ્ડા પરથી દારુ વધું વેચાય તે માટે પરવાના આપવાનું ઓછું કરી દેવામાં આવ્યું છે. જે એક અન્યાય તરીકે જોવામાં આવી રહ્યું છે. એક અંદાજ પ્રમાણે ગુજરાતમાં 6 કરોડ લોકોમાંથી 1.25 કરોડ લોકો દારુ પીતા હોવાનો અંદાજ છે. ગુજરાતમાં જે રીતે વર્ષે 250 કરોડનો દારુ પકડાય છે તેના આધારે આ અંદાજ મૂકવામાં આવ્યો છે.
આ પરવાનાઓ દ્વારા ગુજરાતમાં 2012થી 2018ના 6 વર્ષમાં બધો મળીને 3.85 લાખ લિટર દારૂ ખરીદ કરવામાં આવ્યો હતો. કાયદેસરની દારૂની દુકાનમાંથી વેચવામાં આવતા દારૂનું સૌથી વધું વેચાણ સુરત, અમદાવાદ, વડોદરા, કચ્છ અને રાજકોટમાં થાય છે. સુરતમાં પાછલા છ વર્ષમાં 278.6 કરોડનો 1.13 કરોડ લિટર દારુ ખરીદ કરાયો હતો. આ પ્રમાણ 2011-12માં આ પ્રમાણ માત્ર 14 લાખ લિટર હતું. ત્યારબાદ અમદાવાદનો નંબર આવે છે, છેલ્લા છ વર્ષમાં 74.14 લાખ લિટર દારુનું વેચાણ થયું છે. જયારે વડોદરામાં આ પ્રમાણ 33.41 લાખ લિટર, અને કચ્છમાં 33.12 લાખ લિટર હતું.
જો કે 13 એપ્રિલ 2016ના દિવસે પ્રવાસીઓને અપાતી દારૂ પીવાની પરમીટની સંખ્યા ઘટી છે. 2014માં રાજયના દારૂબંધી ખાતાએ 2535 ટુરીસ્ટ લીકર પરમીટ અને પ્રવાસીઓને 1929 હંગામી પરમીટ આપી હતી. 2015માં એ સંખ્યા ઘટી અનુક્રમે 1785 અને 1796 થઈ હતી. 2014માં આરોગ્યના કારણસર 52054 પરમીટ અપાઈ હતી જે 2015માં વધી 55822 થઈ હતી.
2000-01માં રૂ.55.78 લાખની 50,764 બોટલનું કાયદેસર વેચાણ થતું હતું. 2008-09માં રૂ.144.66 લાખની 118097 બોટલોનું વેચાણ થયું હતું.
મહારાષ્ટ્ર સરકારે વેરમાં 20 ટકાનો વધારો 2019ના નવા વર્ષથી કર્યો તેમાં તેની રૂ.500 કરોડની આવક વધી ગઈ છે. મહારાષ્ટ્રમાં વર્ષે રૂ.3000 કરોડની આવક દારુ પરના વેરા પરથી થાય છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 15માં નાણાં પંચ સમક્ષ માંગણી કરી છે કે, ગુજરાતમાં દારુ બંધી હવાથી રૂ.9,864 કરોડની ખોટ ભરી આપવા માટે 15માં નાણાં પંચ સમક્ષ કરી છે. એટ લે કે વર્ષે રૂ.2000 કરોડનો વેરો દારૂના કારણે ગુમવવો પડે છે. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને દારુબંધીના કારણે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાને જુતું મરનારા ગોપાલ ઈટાલીયા દારુ સામે બોલે છે. તેમનું કહેવું છે કે પોલીસ સ્ટેશનનું તમામ ખર્ચ સરકાર આપતી નથી જે બુટલેગરો ખર્ચ આપે છે. હપ્તા ગાંધીનગર સુધી પહોંચે છે.
જોકે તેની સામે એવી દલીલ થાય છે કે, ગુજરાતમાં દારૂબંધીના કારણે સામાજિક શાંતિ છે. પણ તેની સામે ગુજરાતના મોટાભાગના પોલીસ મથકોનું ખર્ચ બુટલેગરો કાઢે છે. માત્ર ઓફિસનું જ ખર્ચ વર્ષે રૂ.700 કરોડથી વધું છે. વળી પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓને વર્ષે રૂ.3000 કરોડથી વધારાના હપ્તા મળતા હોવાનો અંદાજ વહીવટદારોનો છે. જ્યારે રૂપાણીની સરકાર આવી ત્યારે રોજ મોટી રેડ પાડવામાં આવતી હતી. હવે આવી રેડ બંધ કેમ થઈ ગઈ તે અંગે એક વહીવટદારે કહ્યું હતું કે, રાજસ્થાન સાથે રાજકારણીઓનું સેટીંગ થઈ ગયું છે. ચોક્કસ ચેનલ ગોઠવાઈ ગયા પછી આવી આવક વર્ષે રૂ.3000 કરોડ સુધી થઈ જાય છે. ખરેખર જો દારૂબંધી ન હોત તો તે પૈસા પ્રજાની તીજોરીમાં જતાં હોત. જેમાંથી ગરીબ લોકોના મકાનો બનાવી શકાયા હોત.
16 માર્ચ 2018માં ઠાકોર સેના દ્વારા ગુજરાતમાં દારુના વિરૂદ્ધમાં ઝૂંબેશ ચલાવવામાં આવે છે. હવે તે બંધ છે. જ્યારે રાજકીય ફાયદો કે બીજો ફાયદો લેવાનો હોય ત્યારે જ અલ્પેશ ઠાકોર દ્વારા તે આંદોલન શરૂ કરાય છે અને બંધ કરાય છે. તેમનો એક અંગત સાથીદાર અને ઠાકોર સેનાનો હોદ્દેદાર માવજી ચના ઠાકોર નશો કરેલી હાલતમાં લાખણી તાલુકાના અસાસણ ગામમાંથી પકડાયો હતો. 7 જુલાઈ 2018માં ગાંધીનગરમાં મહિલાના ઘરમાં હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશે દારુ માટે જનતા રેડ કરી હતી. ઢોંગી દેખાવ પછી આ ત્રીપુટીએ દારુ ભૂલી ગઈ છે. સરકાર અને પોલીસ પોતાની આબરૂ બચાવવા દારૂબંધીના ખોટા ગુના નોંધીને લોકોને ખોટી રીતે હેરાન કરે છે. સમાજ પણ ઢોંગ કરે છે. સુરતની પિપલોદ ખાતે આવેલી ઓઈસ્ટર હોટલમાં 21 હાઈ પ્રોફાઈલ મહીલાઓ દારૂની મહેફીલ માણતા ઝડપાઈ ગઈ છે. વલસાડમાં 954 લોકો પકડાયા હતા. અમદાવાદનો હીટ એન્ડ રન ફેઈમ વિસ્મય શાહ પત્ની સાથે દારુ પીતા 2019માં પકડાયો હતો.
2011-12માં ગુજરાતમાં 51.03 લાખ લિટર દારુ વેચાયો હતો. જે 6 વર્ષમાં વધીને 2017-18માં 3.85 કરોડ લિટર થઈ ગયો હતો.
21 માર્ચ 2018ના દિવસે રાજ્યના 31 જીલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 147.78 કરોડ રૂપિયાનો દારુ ઝડપાયો હતો. તો 3 લાખ 13 હજાર 642 લીટર તો માત્ર દેશી દારુ જ ઝડપાયો છે. 9 લાખ 22 હજાર 408 વિદેશી દારૂની બોટલ અને 2 લાખ 29 હજાર 908 બીયરની બોટલ ઝડપાઈ છે. સાથોસાથ 16 હજાર 33 વાહનો દારૂની હેરાફેરીમાં ઝડપાયા છે. આ જોતા અનુભવી પોલીસ અધિકારીઓ કહે છે કે, ગુજરાતમાં વર્ષે રૂ.18થી 25 હજાર કરોડનો દારુ વેચાતો હોઈ શકે છે. વર્ષે રૂ.2,000 કરોડનો વેરો ગુજરાત સરકારને મળવાના બદલે રૂ.3,000 કરોડની રકમ પોલીસને અને રાજકીય નેતાઓને હપ્તાપેટે મળે છે. રાજનેતાઓ દારૂના અડ્ડા એટલા માટે પણ ચાલવા દે છે કે ચૂંટણીમાં તેમની પાસેથી દારુ લઈ આવે છે અને મતદારોને આપે છે. બનાસકાંઠા જિલ્લામાં ભાજપના એક જાણીતા નેતાનો દારુ ચૂંટણીના આગલા દિવસે મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પકડાવી દીધો હતો. તે પ્રકરણ બંધ થઈ ગયું છે.
સરકારે આકરું વલણ અપનાવ્યાનો દાવો કર્યા પછી ઓક્ટોબર 2018ના છેલ્લા બે મહિનામાં રૂ.23 કરોડનો વિદેશી બનાવટનો દારુ પકડાયો હતો. દારુનુ ઉત્પાદન તેમજ ખરીદ વેચાણ અને હેરફેર કરનારાને 10 વર્ષની કેદ અને 5 લાખના દંડનો કાયદો બનાવ્યો છતા દારુ પિનારાઓ વધી રહ્યાં છે. તેથી ગુજરાતની વડી અદાલતમાં એક જાહેર હીતની અરજી થઈ છે કે લોકોને શું ખાવું અને શું ન પિવું તે બંધારણીય અધિકાર છે. લોકો પોતાના ઘરમાં બેસીને ગુજરાતમાં દારુ પીવે એવી છુટ આપવી જોઈએ. દક્ષિણ ગુજરાત અને આદિવાસી વિસ્તારોમાં લોકો પોતાના ઘરમાં બેસીને ઘણે ઠેકાણે દારુ પિવે છે. ભારતમાં દારુ પીવનું કલ્ચર સોમરસ થઈ વેદ સમયથી છે. તો ગુજરાતમાં કેમ બંધી છે. આ કેસ હાલ તો ચાલી રહ્યો છે.
19 જૂન 2018માં ગુજરાત સરકારે દારૂનો પરવાનો લેતા સમયે આરોગ્ય તપાસવાની ફીમાં 400 ટકાનો વધારો કરી દીધો છે. દારુ માટેના પરવાના અરજીના રૂ.50 અને પરમીટ મેળવવા સમયેની આરોગ્ય તપાસણી ફી રૂ.500 હતી. હવે દારૂની હેલ્થ પરમીટની પ્રોસેસ ફી રૂ.500થી વધારી રૂ.2000 તથા આરોગ્ય તપાસણી ફી રૂ.2000 કરી છે. ગરીબ લોકોને આરોગ્ય માટે દારુ પીવાનો પરવાનો લેવો હોય તો લઈ શકે નહીં, માત્ર શ્રીમંત દર્દીઓ જ પરમવાનો લઈ શકે છે. ગુજરાતમાં આવા કુલ-26 એરીયા મેડિકલ બોર્ડ પરવાનો આપી શકતા હતા તે હવે માત્ર 6 વિસ્તાર અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, વડોદરા અને સુરત કરી દેવાયા છે. જે પણ નાગરીકોની આવક સામે ભેદભાવ રાખે છે.
ગુજરાતમાં કાયદેસર દારૂ વેચતી હોય એવી 52 દુકાનો છે. તેમાં 17 ઓક્ટોબર 2018માં માત્ર 12 દુકાનો – લીકર શોપ – પર GSTના દરોડા પાડી રૂ.12.65 કરોડ વામાં આવ્યા હતા, બીજી દુકીનોને બચાવી લેવાઈ હતી. જો તમામ દુકાનો તપાસવામાં આવી હોય તો રૂ.100 કરોડ જેવી વેરા ચોરી પકડી શકાઈ હોત. રૂ.1.96 કરોડ સ્થળ પર જ વસૂલ કરવામાં આવ્યા હતા. દારુ પર હાલ 65 ટકા લેખે વેટ ભરવો પડે છે. પકડાયેલી હોયેલોમાં હોટેલ પ્રેસિડેન્ટ-અમદાવાદ, નાલંદા-અમદાવાદ, ઈન્દર રેસીડેન્સી-અમદાવાદ, જીએસકે-અમદાવાદ, શિવ ઈન્ટરનેશનલ-સુરેન્દ્રનગર, ફોરચ્યુન પેલેસ-જામનગર, આરતી ઈન્ટરનેશનલ-ગાંધીઘામ, હોલીડે વિલેજ રીસોર્ટ-ગાંધીદામ, ગેટવે – સુરત, સેવન સ્કાય – ભૂજ, કટીરા-ભૂજ અને ઙોટેલ ફર્ન-રાજકોટનો સમાવેશ થાય છે.
13 એપ્રિલ 2016ના દિવસે મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલનાં સમયે દારૂની 23 દુકાન માટે મંજૂરી આપી હતી. તે પહેલાં 29 હતી. છેલ્લા બે વર્ષમાં વધારાની નવી 23 દુકાનો ખોલવા પ્રોહિબીશન અને એકસાઈઝ વિભાગે મંજુરી આપી છે. ગુજરાતમાં 1948થી દારૂબંધી લાગુ હોવા છતાં 52 દુકાનો પરથી પરમીટનો દારૂ મળે છે. અમદાવાદમાં એપ્રિલ 2014 સુધીમાં 5 દુકાનો હતી, મે 2014 પછી નવી 6 દુકાનોને પરવાનો આપવામાં આવ્યો હતો. એમાંય વળી ગાંધીજીની કર્મભૂમિ સાબરમતી આશ્રમ અને ગુજરાત વિદ્યાપીઠ જેવી ગાંધીવાદી સંસ્થાઓથી 500 મીટરમાં બે દુકાનો આવેલી છે.
મે 2014થી જે નવી દુકાનોને મંજુરી આપવામાં આવી હતી તેમાં કચ્છ-ભુજની હોટેલ ઈલાકે તથા પ્લેનેટ એવિએશન પ્રાઈવેટ લીમીટેડ, મુન્દ્રા સેઝ, જામનગરમાં ફોર્ચ્યુન પેલેસ, રાજકોટમાં ગુરુકૃપા શ્રદ્ધા રિઅલ્ટી, જુનાગઢમાં ગેટવે હોટેલ અને વાસ સુંદર ઓર્ગેનાઈઝર્સ, ભાવનગરમાં ટ્રી ટોપ રીસોર્ટસ અને નીલમબાગ હોટેલ તથા સુરેન્દ્રનગરની શિવ હોટેલનો સમાવેશ થાય છે.
અમદાવાદમાં હોટેલ પ્રેસિડેન્ટ, નવરંગપુરા, હોટેલ મેટ્રોપોલ, સુભાષબ્રિજ, ગ્રાન્ડ ભગવતી, એસ.જી. હાઈવે, હોટેલ પેસિફિક, હોટેલ રમાડા, નાલંદા હોટેલ્સ એન્ડ પ્રોપર્ટીસ, આણંદમાં બધુબન સ્પા રિસોર્ટસ, એ એન્ડ એ હોટેલ્સ, નડિયાદમાં હોરિઝન હોસ્પિટાલિટી, ભરુચમાં હરિમંગલ પ્રાઈવેટ લિમિટેડ, વડોદરામાં રિવાઈવલ હોટેલ અને સુરતમાં ગ્રાન્ડ ભગવતીને મંજુરી અપાઈ છે.
દારૂબંધીનો વધારે કડક કાયદો 15 ડિસેમ્બર 2017થી અમલી બન્યો છે. દારૂનું વેચાણ કરનાર કે પછી દારૂના ખરીદ વેચાણમાં મદદ કરનાર અધિકારીઓ સામે પગલાં લેવાની જોગવાઈ છે. દારૂના ખરીદ- વેંચાણ અને હેરફેર કરનારા ગુનેગારોને 10 વર્ષ સુધીની કેદ અને 5 લાખ સુધીનો દંડ થાય છે. દારૂનો અડ્ડો ચલાવતા બૂટલેગર અને તેના મદદગારોને 10 વર્ષ સુધીની જેલ અને 1 લાખ સુધીનો દંડ કરી શકાય છે. દારૂ પીને સમાજમાં અસભ્ય વર્તન કરે છે તો તેને 3 વર્ષ સુધીની કેદ થાય છે.
ગુનેગારોને નાસી જવામાં જે પોલીસ મદદ કરે છે તેમને 7 વર્ષ સુધીની કેદ અને 1 લાખ સુધીનો દંડ કરી શકાય છે. અધિકારી ફરજમાં અડચણ કે હુમલો કરે છે તો તેને 5 વર્ષ સુધીની કેદ અને 5 લાખનો દંડ કરવાની જોગવાઈ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article“ધોલેરા સર” મુદ્દે “કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ”, રૂપાણી સરકારને હાઇકોર્ટની નોટિસ..!
Next articleદેશની ‘સોશિયલ બ્રાન્ડ એમ્બેસેડર’ પ્રજ્ઞાચક્ષુ “કલગી”એ કર્યું “ફેકબુક ધમાલ” ફિલ્મનું ટ્રેલર લોન્ચ