વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ હસ્તે કરાયું ઉદ્ઘાટન
(જી.એન.એસ),તા.૧૨
ગાંધીનગર,
માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પ અને વૉકલ ફોર લૉકલ અને વૉકલ ફોર ગ્લોબલની સંકલ્પનાને સાર્થક કરવા પાંચ દિવસ માટે ગુજરાત વિધાનસભાના પટાંગણમાં હસ્તકલા ઉત્પાદનોનું પ્રદર્શનનું આયોજન કરાયું છે. ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ લિમિટેડ દ્વારા ઉત્કૃષ્ઠ ઉત્પાદનોના પ્રદર્શન સ્ટોલનું આજે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ હસ્તે ઉદ્ઘાટન કરાયું. રાજ્યની પ્રચલિત હસ્તકલાના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલા આ પ્રર્દશન સ્ટોલમાં હસ્તકલાની અનેક ચીજવસ્તુ પ્રદર્શન અને વેચાણ અર્થે મુકવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે અનેક લોકો વિધાનસભાની મુલાકાતે આવી રહ્યા છે. જેને ધ્યાનમાં લઈને હાથશાળ અને હસ્તકલા સાથે જોડાયેલા કારીગરોને પ્રોત્સાહન તથા રોજગારી આપવાના હેતુથી આ પ્રદર્શન સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન સ્ટોલમાં રાજ્યની હસ્તકલાથી તૈયાર કરેલા પટોળા, બાંધણી, અજરખ, સુફ, મડવર્ક, ટાંગલીયા, કલમકારી, વારલી, અગેટ વગેરેના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ થઇ રહ્યું છે.
આજના આ ઉદ્ઘાટન પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રીશ્રી બળવતસિંહ રાજપૂત, આદિજાતી વિકાસ મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોર, મુખ્ય દંડકશ્રી બાલકૃષ્ણ શુક્લા, વિધાનસભા સચિવ શ્રી ડી. એમ. પટેલ તથા અન્ય ધારાસભ્યો અને અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.