(જી.એન.એસ),તા.૧૨
પલેકલ
અફઘાનિસ્તાનનો બીજી વન-ડેમાં પણ શ્રીલંકા સામે રકાસ જોવા મળ્યો. શ્રીલંકાના 309 રનના ટારગેટના જવાબમાં અફઘાન ટીમ 153 રનમાં સમેટાઈ જતા યજમાન ટીમની 155 રને જીત થઈ હતી. આ સાથે જ શ્રીલંકાએ શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. શ્રીલંકાએ ચરિથ અસાલંકાના અણનમ 97 રન તથા કેપ્ન્ટ સુકસ મેન્ડિસ, સદીરા સમરવિક્રમા અને જાનિક લિયાનાગેની અડધી સદીની મદદથી 50 ઓવરમાં છ વિકેટે 308 રન નોંધાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમનો બેટિંગમાં ફ્લોપ શો જોવા મળ્યો હતો. ઝદરાન (54) અને રહમત શાહ (63)ની ફિફ્ટીને બાદ કરતા અન્ય કોઈ બેટ્સમેન બે આંકડામાં સ્કોર નોંધાવી શક્યો નહતો અને સમગ્ર ટીમ 33.5 ઓવરમાં 154 રનમાં જ ફસડાઈ હતી.
હસરંગાએ સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. ટોસ જીતીને શ્રીલંકાએ પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. પ્રારંભમાં ઝડપી બે વિકેટ ગુમાવવા છતાં કેપ્ટન કુસલ મેન્ડિસે 65 બોલમાં 61 રનની મહત્વપૂર્ણ ઈનિંગ્સ રમીને સ્થિરતા અપાવી હતી. સદીરા સમરવિક્રમાએ 61 બોલમાં 52 રન નોંધાવતા ત્રીજી વિકેટ માટે 103 રનની પાર્ટનરશિપ કરી હતી. ચરિથ અસાલંકાએ 74 બોલમાં ઝંઝાવાતી 97 રનની અણનમ ઈનિંગ્સ રમીને મજબૂત સ્કોર ખડો કરવામાં યોગદાન આપ્યું હતું. અસાલંકાએ નવ ચોગ્ગા અને બે છગ્ગા ફટાકર્યા હતા. જાનિથ લિયાનાગેના 50 રન સાથે સ્કોર 300ને પાર પહોંચ્યો હતો. અફઘાનિસ્તાન તરફથી હઝરતુલ્લાહ ઓમરઝઈએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.