Home મનોરંજન - Entertainment ‘ઈમરજન્સી’ જોયા પછી હું વડાપ્રધાન બનું તેવું કોઈ નહીં ઈચ્છે : કંગના...

‘ઈમરજન્સી’ જોયા પછી હું વડાપ્રધાન બનું તેવું કોઈ નહીં ઈચ્છે : કંગના રનૌતે

38
0

(જી.એન.એસ),તા.૧૨

મુંબઈ,

સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે કંગના રણોત પણ તક મળે તો સાંસદ બનવા ઈચ્છુક છે. બોલિવૂડની નીપોટિઝમ ગેંગથી માંડીને સેક્યુલરોની જમાત પર આકરા પ્રહારના કારણે સતત ચર્ચામાં રહેતી કંગના રણોતે તાજેતરમાં મુંબઈ ખાતે યોજાયેલી એક ઈવેન્ટમાં હાજરી આપી હતી. જેમાં કંગનાને દેશના વડાપ્રધાન બનવાની ઈચ્છા અંગે સવાલ પૂછાયો હતો. જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, ‘ઈમરજન્સી’ને જોયા પછી હું વડાપ્રધાન બનું તેવું કોઈ વ્યક્તિ ઈચ્છશે નહીં.

તેલુગુ ફિલ્મ ‘રઝાકારઃ ધ સાઈલેન્ટ જેનોસાઈડ ઓફ હૈદરાબાદ’ના ટ્રેલર લોન્ચની ઈવેન્ટ મુંબઈમાં યોજાઈ હતી. આ પ્રસંગે હાજર રહેલી કંગનાને દેશના વડાપ્રધાન બનવા અંગે સવાલ પૂછાયો હતો. કંગનાએ આ સવાલનો સીધો જવાબ આપવાના બદલે પોતાની આગામી ફિલ્મ ઈમરજન્સીની વાત કરી હતી. કંગનાએ જણાવ્યું હતુ કે, આ ફિલ્મ જોયા પછી કોઈ વ્યક્તિ નહીં ઈચ્છે કે હું દેશની વડાપ્રધાન બનું.  ઉલ્લેખનીય છે કે, કંગનાએ આ ફિલ્મમાં દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો રોલ કર્યો છે. આ ફિલ્મ 14 જૂને રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, મહિમા ચૌધરી, મિલિન્દ સોમણ અને શ્રેયસ તલપડે પણ મહત્ત્વના રોલમાં છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહેલો, હા, આખરે હું કમબેક કરી રહી છું : સામંથા રૂથ પ્રભુ
Next articleઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝ 34 રને હરાવી દીધું