જમીન કૌભાંડમાં અરજદાર ભરત માળીનું નામ સામે આવતા ધરપકડ કરવામાં આવી
(જી.એન.એસ), તા.૧૧
બનાસકાંઠા,
અમીરગઢ તાલુકાના ઉમપરોટમાં જમીનનું કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ. અઢી અઢી લાખ રુપિયા પચાસ જેટલા ખેડૂતોના ઉઘરાવી લેવામાં આવ્યા હતા. જેના બદલામાં ખેડૂતોને જમીન નામે કરી આપતા બોગસ દસ્તાવેજો આપવામાં આવ્યા હતા. આ મામલાની જાણ અમીરગઢ મામલતદારને થતા તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે મુખ્ય આરોપી કિરણ બાબુભાઈ રણાવાસીયાની ધરપકડ કરી હતી. ત્યાર બાદ તપાસમાં જમીન કૌભાંડમાં અરજદાર ભરત માળીનું નામ સામે આવતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે. કોર્ટમાં રજૂ કરતા આરોપી ભરત માળીને ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યો છે. ઉમરકોટ જમીન કૌભાંડ મામલે તપાસ તેજ બની છે અને હજુ કેટલાક આરોપીઓ સામે આવે એવી સંભાવનાઓ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.