Home દેશ - NATIONAL ઉત્તરાખંડ સરકારે હલ્દવાની હિંસા કેસમાં બદમાશો પર કાર્યવાહી કરવા પોલીસને આદેશ આપ્યા

ઉત્તરાખંડ સરકારે હલ્દવાની હિંસા કેસમાં બદમાશો પર કાર્યવાહી કરવા પોલીસને આદેશ આપ્યા

47
0

હિંસાની રાત્રે અંધારાનો લાભ લઈ બદમાશો હલ્દવાની છોડી પલાયન બાદ સરકાર એક્શનમાં આવી, કાર્યવાહી કરવાના આદેશ આપતા પોલીસ છૂટેલા બદમાશોને શોધવામાં વ્યસ્ત થઈ ગઈ

(જી.એન.એસ),તા.૧૧

હલ્દવાની-ઉત્તરખંડ,

ઉત્તરાખંડના હલ્દવાની શહેરમાં થયેલી હિંસા પર ધામી સરકાર પહેલા દિવસથી જ બદમાશો સામે કડક કાર્યવાહી કરી રહી છે. 8 ફેબ્રુઆરીએ હિંસાની રાત્રે, અંધારાનો લાભ લઈને ઘણા બદમાશો હલ્દવાની છોડીને અન્ય રાજ્યોમાં પલાયન કરી ગયા. પોલીસની 10 જેટલી ટીમો ભાગી છૂટેલા બદમાશોને શોધવામાં વ્યસ્ત છે ત્યારે દિલ્હી થી લઈને પશ્ચિમ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓ અને અન્ય રાજ્યોમાં પણ પોલીસ બદમાશોની શોધી કરી રહી છે. સીસીટીવી ફૂટેજ, મોબાઈલ વીડિયો અને બાણભૂલપુરા વિસ્તારની તપાસના આધારે પોલીસ હવે બદમાશોને તેમના ઘરમાંથી બહાર કાઢીને તેમની ધરપકડ કરી રહી છે. પોલીસને જાણવા મળ્યું છે કે, ઘણા બદમાશોએ હિંસા કર્યા બાદ હલ્દવાની છોડી દીધી છે. પોલીસ હવે તેની ધરપકડ કરવાની તૈયારી કરી રહી છે. એટલા માટે અન્ય રાજ્યો અને જિલ્લાઓમાં બદમાશોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ બદમાશોના સંબંધીઓની પણ પૂછપરછ કરી રહી છે.

SSP નૈનીતાલ પ્રહલાદ નારાયણ મીણાએ શનિવારે કહ્યું કે હલ્દવાનીના બાનભૂલપુરા વિસ્તારમાં હિંસાના બે દિવસ બાદ પોલીસે 19 નામ અને 5,000 અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. નૈનીતાલના એસએસપી પ્રહલાદ મીણાએ કહ્યું કે સ્થિતિ નિયંત્રણમાં છે. શહેરમાં સ્થાનિક પોલીસ દળો અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે અમે આરોપીઓ વિરુદ્ધ FIR નોંધી છે. વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. હિંસા અંગે તમામ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. હલ્દવાનીમાં શાંતિ જાળવવા માટે કુલ 1,200 સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. હિંસામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. લગભગ 300 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં 100 પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. હિંસાની રાત્રે બદમાશોએ પોલીસ સ્ટેશનને પણ આગ લગાવી દીધી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહંગેરીના રાષ્ટ્રપતિ કેટાલિન નોવાકે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું
Next articleRBIએ ૩ NBFCના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રદ કર્યા