Home ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતે મા અંબા ના દર્શન કરી માઈભક્તોને...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતે મા અંબા ના દર્શન કરી માઈભક્તોને તેમના ઘેર બેઠા પ્રસાદ ઓનલાઇન મળી રહે એ માટે ફુલ ફિલમેન્ટ સેન્ટર સેવાની શરૂઆત કરાવી

29
0

(G.N.S) Dt. 10

પાલનપુર,

     મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતે જગત જનની મા અંબા ના દર્શન અને પૂજા- અર્ચના કરી માઈભક્તોને તેમના ઘેર બેઠા પ્રસાદ ઓનલાઇન મળી રહે એ માટે ફુલ ફિલમેન્ટ સેન્ટર સેવાની શરૂઆત કરાવી હતી.


રાજ્યના દૂર દૂરના વિસ્તારમાં તેમજ દેશ-વિદેશમાં રહેતા માઈભક્તોને પ્રસાદ ઘેર બેઠા મળી રહે તે માટે આ ઓનલાઈન સેવા શરૂ કરાઇ છે. આ સેવાથી પ્રસાદનો ઓનલાઈન ઓર્ડર આપ્યા પછી માત્ર સાતથી દશ દિવસમાં પ્રસાદ ભાવિક ભક્તોના ઘરે મળી રહેશે.
આ સેવામાં પ્રસાદનો ઓર્ડર આપનાર માઈભક્તો તેનું સ્ટેટસ પણ જાણી શકશે.અત્રે ઉલ્લેખનીય છે કે આ ઓનલાઇન સેવા કરનાર એજન્સી પ્રસાદનું પેકિંગ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કરશે. જેનાથી પર્યાવરણના જતન સાથે રક્ષણ પણ થશે. આમ ભાવિક ભક્તોને ઘર સુધી પ્રસાદ પહોંચાડવાનું અંબાજી ટેમ્પલ દ્વારા આયોજન કરાયું છે.
આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલ, પ્રાંત અધિકારી સુશ્રી સિદ્ધિ વર્મા સહિત અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકામરેજ ગામ ખાતે PMAY યોજનાના લાભાર્થીઓને ચાવી અર્પણ કરી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવતા મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા
Next articleદેશના ગૃહમંત્રી અમિત શાહે CAAને લઈને મોટી જાહેરાત કરી