Home ગુજરાત સુરતના પાલનપુર વિસ્તારમાં બિલ્ડર હનીટ્રેપનો શિકાર બન્યો

સુરતના પાલનપુર વિસ્તારમાં બિલ્ડર હનીટ્રેપનો શિકાર બન્યો

15
0

યુવતીએ ફોન કરીને ભાડાના મકાનમાં બોલાવ્યો પછી 4 શખ્સોએ રૂપિયા 30 લાખનો તોડ કર્યો

(જી.એન.એસ),તા.૦૯

સુરત,

સુરત શહેરનો જે રીતે વિકસિત થઈ રહ્યો છે તેમ તેમ ગુનાખોરીમાં પણ એટલો જ વધારો થયો છે. ખાસ કરીને સુરતમાં છેલ્લા કેટલાય સમયથી હની ટ્રેપ જેવા કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં વધુ એક કિસ્સો સુરતના પાલનપુર વિસ્તારમાં સામે આવ્યો છે. સુરતના એક બિલ્ડરને યુવતી દ્વારા ફોન કરીને ભાડાના મકાનમાં બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ચાર જેટલા શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી બિલ્ડર પાસેથી રૂપિયા 30 લાખનો તોડ કર્યો હતો. આ સમગ્ર મામલે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા એક બિલ્ડર ઉપર એક અજાણ્યા નંબર પરથી જોતીનો કોલ આવ્યો હતો અને આ યુવતી દ્વારા બિલને પાલનપુર જકાતનાકા ખાતેના ભાડાના મકાનમાં બોલાવવામાં આવ્યો હતો. બિલ્ડર જ્યારે ભાડાના મકાનની રૂમમાં આપવો છે, ત્યારે યુવતીએ દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને થોડા જ સમય બાદ એકાએક રૂમ પર સુશાંતચાલ, અશ્વિન રબારી તથા મહેશ રબારી નામના ત્રણ શખ્સો ત્યાં પહોંચ્યા હતા. આ ત્રણે એ પોતાની ઓળખ અડાજણ પોલીસ મથકના પોલીસ કમી તરીકે આપી હતી. બિલને લાકડી બતાવી માર મારવાની તથા ખોટા કેસમાં ફસાવી દેવાની ધાક ધમકી આપવામાં આવી હતી. આટલું ઓછું હોય તેમ બિલ્ડરને ઘરમાં ગોંધી રાખવામાં આવ્યો હતો.

બાદમાં બિલ્ડર પાસેથી રૂપિયા 30 લાખની માંગણી કરવામાં આવી હતી. સમાજમાં બદનામીના ડરથી બિલ્ડરે રૂપિયા 30 લાખ રોકડા આ આરોપીઓને આપી દેવામાં આવ્યા હતા. બાદમાં સમગ્ર મામલે બિલ્ડરે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી જે ફરિયાદના આધારે પોલીસે આરોપી સુશાંત ચાલ ,અશ્વિન રબારી તથા મહેશ રબારી નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડોદરામાં ભાભી સાથે હોટલમાં ગયા બાદ યુવાને બાથરૂમમાં ફાંસો ખાધો
Next articleસુરતની 21 વર્ષની પ્રકૃતિ શિંદે પર ઇન્ટરનેશનલ ચેમ્પિનશિપમાં મેડલોનો વરસાદ