(જી.એન.એસ.) ગાંધીનગર, તા10
ગુજરાતના અનેક મુખ્યમંત્રીઓ સાથે અને છેલ્લે ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જન સંપર્ક અધિકારી તરીકે કામ કરનાર અને સમસ્ત મીડિયા જગતમાં અપાર પ્રેમ સંપાદન કરનાર સરળ મિલનસાર સ્વભાવ ધરાવનાર શ્રી જગદીશ ઠકકર નું ટૂંકી બીમારી બાદ દિલ્હી ની એઈમ્સ હોસ્પિટલ માં દુખદ નિધન થયું હતું.
તેમના નિધન પ્રત્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઊંડો શોક વ્યકત કરતા કહ્યું કે, જગદીશભાઈ એક અનુભવી પત્રકાર હતા અને મેં તેમની સાથે અનેક વર્ષો સુધી કામ કર્યું છે. ગુજરાત અને દિલ્હી બંને સ્થાન પર તેમની સાથે કામ કરવું આનંદદાયક રહ્યું. તેઓ પોતાની સાદગી અને જોશીલા સ્વભાવ માટે ઓળખાતા હતા.
પીએમએ કહ્યું કે, અનેક પત્રકારો વર્ષોથી જગદીશભાઈના સંપર્કમાં રહ્યા હશે. તેઓ ગુજરાતના અનેક મુખ્યમંત્રીઓ સાથે કામ કરી ચૂક્યા હતા. અમે એક અદભૂત વ્યક્તિ ગુમાવી છે. તેમણે હંમેશા પોતાના કામ સાથે પ્રેમ કર્યો છે. તેમણે અખૂટ મહેનત કરી. પીએમએ તેમના પરિવાર અને શુભેચ્છકો માટે સંવેદના વ્યક્ત કરી હતી. રણ મહિનાથી તેઓ દિલ્હીની એઈમ્સમાં દાખલ હતા. સારવાર દરમિયાન તેમણે આજે અંતિમ શ્વાસ લીધો હતો.
જગદીશ ઠક્કર મલ્ટી ઓર્ગન ફેયલ્યોરથી પીડાતા હતા. એક મહિનાની સારવાર બાદ તેમનું નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન ઊંડા શોકની લાગણી વ્યક્ત કરીને કહ્યું છે કે આપણે એક અદ્ભુત માણસ ગુમાવ્યો છે.
તેઓ પોતાના કામને પ્રેમ કરતા હતા અને ખૂબ જ સરળ સ્વભાવના તથા લાગણીસભર વ્યક્તિ હતા. વડાપ્રધાને તેમના પરિવારજનોને પણ સાંત્વના આપી છે. જગદીશ ઠક્કરની નવી દિલ્હી ખાતે આજે સાંજે સાડા ચાર વાગ્યે અંતિમ વિધિ થશે.
જગદીશ ઠક્કર CMOમા PRO તરીકે મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના કાર્યકાળ દરમિયાન આવ્યા હતા. મૂળ માહિતી ખાતામાં ભાવનગરથી કારકિર્દીનો પ્રારંભ કરનાર જગદીશ ઠક્કરે ગુજરાતના અમરસિંહ ચૌધરીથી માંડી નરેન્દ્ર મોદી સુધીના કાર્યકાળમાં CMOમા PRO તરીકે ફરજ બજાવી હતી. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારથી વડાપ્રધાન તરીકે દિલ્હી સુધીની સફરમાં નરેન્દ્ર મોદીના પડછાયાની જેમ કામ કરવાનો પ્રયાસ તેમણે સતત કર્યો. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની સરકાર, PROતો જગદીશ ઠક્કર જ હોય તેવી કામગીરી તેઓએ નિભાવી હતી. દરેક મુખ્યમંત્રીના અંગત વિશ્વાસુ તરીકે તેઓએ કામગીરી નિભાવી. ક્યારેય સીધી રીતે વિવાદમાં આવ્યા નથી. માહિતી ખાતામાં આવતા પહેલા સૌરાષ્ટ્રના અખબારમાં પત્રકાર તરીકે ફરજ બજાવી ચુકેલા હતા. માહિતી ખાતામાં 1986માં જિલ્લા માહિતી અધિકારીથી જોડાઈ ને અધિક નિયામક તરીકે રિટાયર થયા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.