Home ગુજરાત ઉત્તર ગુજરાત સુજલામ સુફલામ્ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કુલ...

સુજલામ સુફલામ્ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કુલ રૂ.૧૯૩૩.૫૫ લાખની ગ્રાન્ટ હેઠળ ૪૮૩ તળાવો ઉંડા કરાયા: મંત્રી શ્રી મુકેશ પટેલ

33
0

(G.N.S) dt. 9

ગાંધીનગર,

વરસાદી પાણીના એક એક ટીંપાનો બચાવ કરવા સરકાર સંકલ્પબદ્ધ

વરસાદી પાણીના એક એક ટીંપાનો બચાવ કરવા સરકાર સંકલ્પબદ્ધ છે. વરસાદી પાણીનો વ્યય થતો અટકાવી તેનો જળસંગ્રહ કરવા માટે સુજલામ સુફલામ્ યોજના કાર્યરત છે. આ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કુલ રૂ.૧૯૩૩.૫૫ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓમાં વર્ષ ૨૦૨૨માં રૂ.૭૯૩.૧૩ લાખ અને વર્ષ ૨૦૨૩માં રૂ.૧૧૪૦.૪૨ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેમ વિધાનસભાગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રી મુકેશ પટેલે જણાવ્યું હતું.

જમીનમાં પાણીના સ્તર ઊંચા લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ્ યોજના હેઠળ તળાવો ઉંડા કરવામાં આવે છે. ૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતીએ છેલ્લા બે વર્ષમાં અરવલ્લી જિલ્લામાં ૨૭૪ પંચાયતોના ૪૦૨ તળાવો ઉંડા કરવામાં આવ્યા છે. જ્યારે સાબરકાંઠા જિલ્લામાં ૭૫ પંચાયતોના ૮૧ તળાવો એમ છેલ્લા બે વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કુલ ૪૮૩ તળાવો ઉંડા કરવામાં આવ્યા છે તેમ મંત્રી શ્રી પટેલે પુરક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઇસનપુર પોલીસ સ્ટેશનના PSI આકાશ વાઘેલાએ સાત વર્ષની અંજુ નામની દીકરીનું ઓપરેશન કરાવી નવું જીવન આપ્યું
Next articleઆગામી લોકસભા ચૂંટણી 2024 ના ઉપલક્ષમાં અમદાવાદ પૂર્વ લોકસભા અંતર્ગત દક્ષિણ વિધાનસભાની બેઠક યોજાઈ