Home રમત-ગમત Sports હોકી ખેલાડી પર ગંભીર આરોપ, ખેલાડીએ તેના પરના આરોપોને નકારી કાઢ્યા

હોકી ખેલાડી પર ગંભીર આરોપ, ખેલાડીએ તેના પરના આરોપોને નકારી કાઢ્યા

57
0

કાયદાકીય લડાઈ લડવા માટે હોકી ઈન્ડિયાએ ખેલાડીને તાત્કાલિક રજા આપી દીધી

(જી.એન.એસ),તા.૦૯

ભારતીય હોકી ટીમના ખેલાડી અને અર્જુન એવોર્ડ વિજેતા વરુણ કુમાર આ દિવસોમાં મુશ્કેલીમાં છે. વરુણ કુમાર પર તાજેતરમાં પોક્સો એક્ટ હેઠળ બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેને તેણે ખોટો ગણાવ્યો હતો. આ મામલાની વચ્ચે વરુણ કુમારે હવે FIH પ્રો લીગમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તેણે આ કાનૂની લડાઈ લડવા માટે કર્યું છે. હોકી ઈન્ડિયાએ 28 વર્ષીય ખેલાડીને તાત્કાલિક રજા આપી દીધી છે કારણ કે ખેલાડીએ કહ્યું હતું કે આ ઘટના તેના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને અસર કરી રહી છે. એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તે સગીર હતી ત્યારે વરુણે તેનું અનેકવાર યૌન શોષણ કર્યું હતું, ત્યારબાદ બેંગલુરુ પોલીસે હોકી ખેલાડી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. સોમવારે નોંધાવેલી પોતાની ફરિયાદમાં 22 વર્ષની મહિલાએ કહ્યું છે કે તે 2018માં ઈન્સ્ટાગ્રામ દ્વારા વરુણના સંપર્કમાં આવી હતી અને જ્યારે તે 17 વર્ષની હતી ત્યારે ખેલાડીએ લગ્નના બહાને તેની સાથે અનેકવાર બળાત્કાર કર્યો હતો.

ભારતના પ્રમુખ દિલીપ તિર્કીને પત્ર લખીને તેમણે દાવો કર્યો છે કે તેમની સામે દાખલ કરવામાં આવેલી ફરિયાદ ખોટી છે અને તે રાજ્ય સરકારના તંત્રનો દુરુપયોગ છે. વરુણે લખ્યું છે કે મને મીડિયા રિપોર્ટ્સથી ખબર પડી છે કે ભૂતકાળમાં હું જેની સાથે રિલેશનશિપમાં હતો તેણે મારી વિરુદ્ધ ખોટો કેસ દાખલ કર્યો છે અને આ મામલામાં બેંગલુરુમાં એફઆઈઆર નોંધવામાં આવી છે, જો કે કોઈ પોલીસ અધિકારીએ આ કેસની નોંધ લીધી નથી. આ અંગે કોઈ કાર્યવાહ થઈ નથી અને કોઈએ મારો સંપર્ક કર્યો નથી. તેણે કહ્યું કે આ મામલો બીજું કંઈ નથી પરંતુ મારી પાસેથી પૈસા પડાવવાનો અને મારી પ્રતિષ્ઠા અને છબીને કલંકિત કરવાનો ઈરાદાપૂર્વકનો પ્રયાસ છે, કારણ કે હું એક પ્રતિષ્ઠિત હોકી ખેલાડી છું અને ભારત માટે રમું છું અને અર્જુન એવોર્ડી છું. તેઓ જાણે છે કે આવો કિસ્સો મારી કરિયર અને ઈમેજને બગાડી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબોલીવુડની ફેશન ક્વીન કરીના કપૂર બોસ લેડી લુક તસ્વીરો ફેન્સને ખૂબ પસંદ આવી
Next articleગુજરાત ફ્લોરોકેમિકલ્સની GFCL EV પ્રોડક્ટ્સે જાહેરાત કરી, 5 વર્ષમાં રૂ.6000 કરોડનું રોકાણ કરશે