Home ગુજરાત ફોકસ ઑનલાઇને 45 જેટલા બિઝનેસ આંત્ર્યપ્રિન્યોર્સ અને શિક્ષણવિદોને ‘વી રાઇઝ અવોર્ડ્સ 2024’...

ફોકસ ઑનલાઇને 45 જેટલા બિઝનેસ આંત્ર્યપ્રિન્યોર્સ અને શિક્ષણવિદોને ‘વી રાઇઝ અવોર્ડ્સ 2024’ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા

46
0

(જી.એન.એસ),તા.૦૮

અમદાવાદ,

અમદાવાદ શહેરની જાણીતા સ્ટડી ગ્રુપ ફોકસ ઑનલાઇન દ્વારા બિઝનેસ આંત્ર્યપ્રિન્યોર્સ અને શિક્ષણવિદોની સફળતાને પોંખતા એક ભવ્ય એવોર્ડ સમારંભનું આજન કરવામાં આવ્યું. એએમએ ખાતે યોજાઇ ગયેલા ‘વી રાઇઝ અવોર્ડ્સ એન્ડ બિઝનેસ કોન્કલેવ-2024’નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં શિક્ષણ, વ્યવસાય, સિનેમા જગત સહિત વિવિધ ક્ષેત્રમાંથી પ્રતિભાઓની ઉપસ્થિતિ જોવા મળી હતી. જેઓની ઉપસ્થિતિએ સમગ્ર સમારંભને ભવ્ય બનાવ્યો હતો.

સંકલ્પ, સંઘર્ષ અને ખંતથી વેપાર અને શિક્ષણ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવી સફળત્તમ કારકિર્દી ધરાવતા આંત્ર્યપ્રિન્યોર્સ અને શિક્ષણવિદોને ફોક્સ ઑનલાઇન દ્વારા ‘વી રાઇઝ અવોર્ડ્સ એન્ડ બિઝનેસ કોન્કલેવ-2024’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ‘વી રાઇઝ અવોર્ડ્સ એન્ડ બિઝનેસ કોન્કલેવ-2024’ પહેલને શહેરના જાણીતા શિક્ષણવિદ પ્રાચી ગોવિલ, આઇટી સેક્ટરમાં જાણીતા હેતલ પરીખ અને મોટિવેશનલ કોચ ડૉ. રૂચી પટેલ દ્વારા એક વિઝન સાથે આકાર આપવામાં આવ્યો હતો.                                                                                                                                               

‘વી રાઇઝ અવોર્ડ્સ એન્ડ બિઝનેસ કોન્કલેવ-2024’ ને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો, કાર્યક્રમમાં 45 જેટલા જેટલા બિઝનેસ આંત્ર્યપ્રિન્યોર્સ અને શિક્ષણવિદોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ સમારંભમાં વિશેષ રીતે અમરાઈવાડી વિસ્તારના ધારાસભ્ય ડૉ. હસમુખ પટેલ, નિવૃત આઇપીએસ પી.કે બંસલ, ગુજરાત નિવર્સિટીના જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. સોનલ પંડ્યા, એનઆઇએમસીજેના ડાયરેક્ટર ડૉ. શિરીષ કાશિકાર, જાણીતા લોક ગાયક અરવિદ વેગડા, યુવા અભિનેતા તત્સત મુન્શી, છેલ્લો દિવસ ફેમ કોફી ગર્લ પ્રાપ્તિ અજવાળીયા સહિત 15થી વધુ મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ તમામ મહાનુભાવોએ સમારંભ ખાતે પોતાના વિચારો વ્યક્ત કરી અન્યોને તેમની કારકિર્દીમાં સફળ બનવા માટે પ્રોત્સાહિત કરવા સાથે શીખ પણ આપી હતી.

એવોર્ડ સમારંભ વિશે વાત કરતા ફોકસ ઑનલાઇનના શિક્ષણવિદ પ્રાચી ગોવિલે જણાવ્યું, “અમે ‘વી રાઇઝ અવોર્ડ્સ એન્ડ બિઝનેસ કોન્કલેવ-2024’ થકી વિવિધ કેટગરીમાં સફળ રીતે આગળ વધી રહેલા વ્યક્તિઓ અને સંસ્થાઓને એવોર્ડ્સ એનાયત કરી જાહેર મંચ પુરો પાડ્યો. આજે 45 જેટલા બિઝનેસ આંત્ર્યપ્રિન્યોર્સ અને શિક્ષણવિદોને સમ્માનિત કરીને અમને આનંદ થઇ રહ્યો છે. અમારી પ્રથમ આવૃત્તિને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો, અમારા સ્પોન્સર્સે અમારામાં દાખવેલા સમર્થને અમારી મક્કમતા વધારી તેમનો, ઉપસ્થિત મહેમાનો અને ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કરૂં છું. આ તકે હું એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવવા સાથે તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવું છું.”

‘વી રાઇઝ અવોર્ડ્સ એન્ડ બિઝનેસ કોન્કલેવ-2024’ને સ્પોનર્સ દ્વારા મજબૂત સમર્થન મળ્યું છે. આ ઇવેન્ટના સ્પોન્સર્સમાં ઐશ્વર્યા સારીઝના સોનલ ખજાનચી, બોપલ ડેન્ટલ કોલેજના ટ્રસ્ટી ફાલ્ગુની શાહ , ટ્રૂ ગ્લોબલ ફાઇનાંશિયલ સર્વિસિસના શશી જૈન, બેલાઝ ક્લોસેટના બેલા શાહ, એડન કન્સલ્ટંસી એન્ડ સર્વિસિસના ફાઉન્ડર મુંજાલ પટેલ, પાર્થ એન્ડ સ્ટીલ ટ્રેડર્સના માલિક પાર્થ પ્રજાપતિ, હરિહર ક્રિસ્ટલના માલિક ધીર પાઠક, સ્વાદ કા સફરના ઓનર વિશાખા દવે, આર્ટિસન ક્રિએશન્સના ઓનર કલ્પિતા ઓઝા, અલંકારાના વંદનાબેન, પ્રોડક્ટ એન્થુસિઆસ્ટ-યુએસએના શૈલી શાહનો સમાવેશ થાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચેન્નાઈની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
Next articleખંભાત ખાતે રાજયપાલશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ શિબિર યોજાઈ