ગાંધીનગર,
માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ લોકહિતકારી યોજનાઓનો લાભ દરેક લોકોને પહોંચાડવા માટે ચાલી રહેલ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના બીજા તબક્કા અંતર્ગત ગાંધીનગરના વોર્ડ -૩ માં રંગમંચ, સેકટર-૨૪ ખાતે GMC ના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ હાજરી આપી હતી.
આ અવસરે મેયરશ્રી એ જણાવ્યું હતું કે જનહિતલક્ષી યોજનાઓના લાભથી એકપણ વ્યક્તિ વંચિત ના રહે તે માટે જાગૃતિ કેળવવા આ સંકલ્પ યાત્રા એક મહત્વપૂર્ણ સોપાન છે. આ કાર્યક્રમમાં કાઉન્સિલરશ્રીઓ, શહેર મહામંત્રી, હોદેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.