Home દુનિયા - WORLD ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં હિંસા ભળકી

ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં હિંસા ભળકી

26
0

પાકિસ્તાનમાં પોલીસ સ્ટેશનમાં આતંકવાદીઓનો હુમલો, 10 પોલીસકર્મીના મોત, 6 ઘાયલ થયા

(જી.એન.એસ),તા.૦૫

પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેના માટે તમામ રાજકીય પક્ષો તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દરમિયાન પાકિસ્તાનમાં ઘણી જગ્યાએ હિંસા અને આતંકવાદી ઘટનાઓ સતત બની રહી છે. બલૂચિસ્તાનમાં ચૂંટણી પંચની ઓફિસની બહાર કરાયેલા વિસ્ફોટની આગ હજુ શમી નહોતી ત્યાં ફરી એકવાર આતંકવાદીઓએ પાકિસ્તાનમાં આતંક ફેલાવ્યો છે. ચૂંટણી પહેલા આતંકવાદીઓએ ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઈસ્માઈલ ખાન શહેરના પોલીસ સ્ટેશનને નિશાન બનાવીને મોટો હુમલો કર્યો છે. વરિષ્ઠ પોલીસ અધિકારી અનીસુલ હસનના જણાવ્યા અનુસાર, આ આતંકવાદી હુમલામાં દસ પોલીસકર્મીઓ માર્યા ગયા હતા, જ્યારે 6 લોકો ઘાયલ થયા હતા, જેમની હાલત ગંભીર છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીએ કહ્યું કે આતંકવાદીઓએ સોમવારે વહેલી સવારે આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ દરમિયાન અજાણ્યા આતંકવાદીઓએ પહેલા સ્નાઈપર ગોળી ચલાવી અને પછી ચૌધવન પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા.   

આ દરમિયાન ત્યાં હાજર પોલીસકર્મીઓ પર અંધાધૂંધ ગોળીબાર થયો હતો અને હેન્ડ ગ્રેનેડ પણ ફેંક્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં જીવ ગુમાવનારાઓમાં સ્વાબીના ચુનંદા પોલીસ યુનિટના 6 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. જેઓ ચૂંટણી દરમિયાન સ્થાનિક પોલીસની મદદ માટે વિસ્તારમાં તહેનાત હતા. અહીં હુમલા બાદ વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે. દક્ષિણ વઝીરિસ્તાન ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ અને ડેરા ગાઝી ખાન તરફ જતા રસ્તાઓ પર મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને આવનારા અને જનારા દરેક વ્યક્તિ પર નજર રાખવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 4 જુલાઈને રવિવારે બલૂચિસ્તાનના નુશ્કી જિલ્લામાં ઈલેક્શન કમિશન ઓફ પાકિસ્તાન (ECP)ની ઓફિસની બહાર બીજો બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેના કારણે વિસ્તારમાં દોડઘામ મચી ગઈ હતી. જોકે, ઈલેક્શન કમિશન ઓફ પાકિસ્તાન ઓફિસના ગેટની બહાર થયેલા વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. હાલ પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને ગુનેગારોને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચિલીમાં જંગલમાં લાગેલી ભીષણ આગને કારણે 112 લોકોના મોત, 200 ગુમ થયા
Next articleરિયાધના વર્લ્ડ ડિફેન્સ એક્સપોમાં 75 દેશોએ ભાગ લીધો