પીએમ મેલોનીએ ટપાલ સેવાનો કેટલોક હિસ્સો વેચવાનો નિર્ણય લીધો
(જી.એન.એસ),તા.૦૩
જ્યોર્જિયા મેલોનીની આગેવાની હેઠળનો દેશ ઈટલી આજે આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. મેલોનીનું ઈટલી 2 અબજ યુરો એટલે કે 2 લાખ કરોડનું દેવું છે. તેને દૂર કરવા માટે પીએમ મેલોની પોતાના દેશની વિરાસત વેચવા જઈ રહી છે. પીએમ મેલોનીએ ટપાલ સેવાનો કેટલોક હિસ્સો વેચવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે આ એ જ ટપાલ સેવા છે જેને એક સમયે વડાપ્રધાન પોતાના દેશનું તાજ રત્ન માનતા હતા. કારણ કે તે ઇટલીનો વારસો છે, જે ખૂબ જ કિંમતી છે. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મેલોની દેશની ટપાલ સેવાની હરાજી કરીને વર્ષ 2026 સુધીમાં લગભગ 1.79 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી છે.
તમને જણાવી દઈએ કે ઈટાલીની પોસ્ટલ સર્વિસ (પોસ્ટે ઈટાલિયન) રેલ કંપની ફેરોવી ડેલો સ્ટેટો અને પાવર કંપની એનઆઈમાં હિસ્સો ધરાવે છે. આ સિવાય તેઓ ઈન્સ્યોરન્સ અને બેંકિંગના કામમાં પણ જોડાયેલા છે. સરકારની આવકનો મોટો હિસ્સો આમાંથી જ આવે છે. પરંતુ હાલના દિવસોમાં ખોટમાં ચાલી રહેલી સરકારને આ મોટું સાહસ ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. જોકે, નિષ્ણાતોનો દાવો છે કે આ હરાજીથી સરકારના દેવા પર વધુ અસર થવાની નથી. કારણ કે સરકાર પર ઘણું દેવું છે. એક રિપોર્ટ અનુસાર, ઇટલી પર લગભગ 2.48 ટ્રિલિયન ડોલરનું દેવું છે અને આ દેવું ઇટલીના જીડીપીના લગભગ 135 ટકા છે. આ દિવસોમાં ઈટલીમાં સરકારની નીતિઓની ખૂબ ટીકા થઈ રહી છે. કોઈને કોઈ રીતે સરકાર તેની ડૂબતી આર્થિક સ્થિતિને સુધારવાનો પ્રયાસ કરી રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.