Home દુનિયા - WORLD અમેરિકાના ફ્લોરિડામાં પ્લેન ક્રેશ, ૩ ના મોત

અમેરિકાના ફ્લોરિડામાં પ્લેન ક્રેશ, ૩ ના મોત

32
0

(જી.એન.એસ),તા.૦૩

અમેરિકાના ફ્લોરિડામાં એક નાનું પ્લેન ક્રેશ થયું છે. આ ઘટનામાં પાયલોટ સહિત ત્રણ લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે એક નાનું પ્લેન હતું. તેમાં વધારે લોકો ન હતા. આ પ્લેન મોબાઈલ ઘર સાથે અથડાઈને અકસ્માતનો શિકાર બન્યું હતું. વિમાન દુર્ઘટનામાં પાયલટ અને ઘરની અંદર બે અન્ય લોકોના મોત થયા હતા. આ ઘટના ફ્લોરિડાના ક્લિયરવોટર ટેલર પાર્કમાં બની હતી. ફ્લોરિડાના ટેલર પાર્કમાં જે પ્લેન ક્રેશ થયું તે સિંગલ એન્જિન બીકક્રાફ્ટ બોનાન્ઝા V35 હતું. અકસ્માત અંગે માહિતી આપતાં ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ જણાવ્યું હતું કે વિમાન ક્રેશ થયાના થોડા સમય પહેલા જ પાયલટે એન્જિનમાં ફેલ થયાની જાણ કરી હતી.

એર ટ્રાફિક કંટ્રોલએ જણાવ્યું હતું કે સેન્ટ પીટ-ક્લિયરવોટર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રનવેથી લગભગ ત્રણ માઇલ ઉત્તરમાં રડારથી ગાયબ થતાં પહેલાં પાઇલટે ઇમરજન્સીની જાહેરાત કરી હતી. પ્લેન ક્રેશનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે દુર્ઘટના બાદ પ્લેન જોરદાર રીતે સળગી રહ્યું હતું. આકાશમાં ધુમાડાના વાદળો ફેલાવા લાગ્યા હતા. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. એર ટ્રાફિક કંટ્રોલે પાઇલટને ગાયબ થતા પહેલા મે ડેની જાહેરાત કરતા સાંભળ્યા હતા. એરક્રાફ્ટ ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું કે વિમાનમાં આગના સમાચાર મળતા જ તેઓ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કોઈ રીતે આગ પર કાબુ મેળવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે પ્લેન ક્રેશની આ ઘટના ગુરુવારે સ્થાનિક સમય અનુસાર 19:08 વાગ્યે બની હતી. મહત્વનું છે કે, આ ઘટના બાદ પ્લેનમાં આગ લાગી ગઈ હતી અને પ્લેનમાં સવાર પાયલટ સહિત ત્રણેય લોકોના મોત થયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદૈનિક રાશિફળ (તા.૦૪-૦૨-૨૦૨૪)
Next articleઅમેરિકાએ ઈરાક અને સીરિયામાં 7 સ્થળોએ 85 ટાર્ગેટ પર હવાઈ હુમલા કર્યા