Home દુનિયા - WORLD હવે અમેરિકા જવું મોંઘુ પડશે, અમેરિકાએ વિઝા ફીમાં ધરખમ વધારો કર્યો

હવે અમેરિકા જવું મોંઘુ પડશે, અમેરિકાએ વિઝા ફીમાં ધરખમ વધારો કર્યો

42
0

(જી.એન.એસ),તા.૦૨

અમેરિકાએ બહારથી આવતા નાગરિકોને મોટો ઝટકો આપ્યો છે. અમેરિકાએ વિવિધ પ્રકારની વિઝની ફીમાં તોતિંગ વધારો ઝીંક્યો છે. આ વધારે 10-20 ટકાનો નહિ, પરંતું સીધો 2050 ટકા સુધીનો છે. અમેરિકાએ H-1B, L1 અને EB-5 સહિત કેટલીક નોન-ઈમિગ્રન્ટ કેટેગરીના વિઝા માટેની ફીમાં તોતિંગ વધારાની જાહેરાત કરી છે. આ ફી વધારો 1 એપ્રિલથી અમલમાં આવશે. યુએસએ H-1B વિઝા રજિસ્ટ્રેશન ફીમાં જે વધારો કર્યો છે તે 2050% સુધીનો છે. નેટીઝન્સ તેને કાનૂની ઇમિગ્રેશન પર હુમલો ગણાવી રહ્યાં છે. તેની કેટલાક પરિવારો, રોકાણકારો, વિઝા અરજદારો અને નોકરીદાતાઓ પર મોટી અસર પડશે. યુનાઇટેડ સ્ટેટ્સ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઇએસ) એ વિઝા અરજીઓ અને નોંધણી ફી માટે તેના સુધારેલા દરોને અંતિમ સ્વરૂપ આપ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા બુધવાર, 31 જાન્યુઆરીના રોજ પ્રકાશિત થયેલા એક નિવેદનમાં દરોમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. નવા નિયમ અનુસાર, H-1B વિઝા રજિસ્ટ્રેશન ફીમાં 2050% જેટલો વધારો કરવામાં આવ્યો છે.

USCIS અને DHS દ્વારા જાહેર કરાયેલ ઇમિગ્રેશન પ્રક્રિયામાં થયેલા આ ફેરફારો તમારે જાણી લેવા જરૂરી છે. નવા દરો વિષે જણાવીએ, જેમાં ફી વધારો 1 એપ્રિલથી લાગુ થશે. ભારતીય ઇમિગ્રન્ટ્સમાં સૌથી સામાન્ય વિઝા પ્રકારો H-1B, L-1 અને EB-5 છે. 2050% ના વધારા પછી, નવી H-1B નોંધણી પ્રક્રિયા ફી $215 થશે, જે $10 ના વર્તમાન દરથી તદ્દન વિપરીત છે. વર્તમાન L-1B વિઝા ફી $460 છે, જે વધારીને $1,385 કરવામાં આવી છે. દરમિયાન, EB-5 વિઝા માટેની ફી $3,675 થી વધીને $11,160 થઈ ગઈ છે. હજી નવા વર્ષની શરૂઆતમાં જ અમેરિકા ભારતીયો પર એકાએક મહેરબાન થયું હતું. અમેરિકાએ ભારતીયોને સૌથી વધુ વિઝા ઈશ્યૂ કરીને રેકોર્ડ બનાવ્યો છે. વર્ષ 2023માં 14 લાખથી વધુ ભારતીયોને અમેરિકા વિઝા ઈશ્યૂ કર્યાં છે. વિશ્વમાં દર 10માંથી એક ભારતીય અમેરિકન વિઝા ધરાવે છે. સાથે જ બીજી મોટી વાત એ છે કે, અમેરિકાએ વિઝિટર વિઝા એપોઈન્ટમેન્ટ માટેના વેઈટિંગ સમયમાં પણ ઘટાડો છે. વેઈટિંગ સમયમાં 75 ટકાનો ઘટાડો કરી દેવાયો છે. ત્યારે હવે વિઝા ફીમાં તોતિંગ વધારો કરીને અમેરિકાએ ભારતીયોનું સપનુ ચકનાચૂર કરી દીધું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશુક્રવારની નમાઝ પહેલા વારાણસી શહેરમાં સુરક્ષા વધારી દેવાઈ
Next articleભારતીય મૂળના દંપતીને ઓસ્ટ્રેલિયામાં 33 વર્ષની સજા ફટકારવામાં આવી