Home મનોરંજન - Entertainment કિસિંગની ઘટના પર એન્જેલિના જોલીની પ્રતિક્રિયાનો એક જૂનો વીડિયો થયો વાયરલ

કિસિંગની ઘટના પર એન્જેલિના જોલીની પ્રતિક્રિયાનો એક જૂનો વીડિયો થયો વાયરલ

46
0

(જી.એન.એસ),તા.૦૨

એન્જેલીના જોલીએ 2000 એકેડેમી એવોર્ડ્સમાં ઘણી હેડલાઈન્સ બનાવી હતી. તેણે ‘ઇન્ટરપ્ટેડ’ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ઓસ્કાર એવોર્ડ પણ જીત્યો હતો. આ દરમિયાન એન્જેલિના કોઈ અન્ય કારણોસર ચર્ચામાં આવી છે. લોકોએ તેની સફળતાની અવગણના કરી અને તેની કિસિંગની ઘટનાને યાદ કરી. એન્જેલિનાએ ભાઈ જેમ્સ હેવનને કિસ કરી હતી જે ચર્ચાનો વિષય બની હતી. એવોર્ડ જીત્યા બાદ સ્પીચ દરમિયાન એન્જેલિનાએ તેના ભાઈનો આભાર પણ માન્યો હતો. આ પછી બંને સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. તેણે તેના ભાઈને ચુંબન પણ કર્યું. આ આટલા જૂના મુદ્દા પર હવે રેડિટ નામના પ્લેટફોર્મ પર ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા હતા. કોઈએ તેને ફ્રેન્ચ કિસ કહ્યું તો કોઈએ તેને કંઈક બીજું કહીને કટાક્ષ કર્યો.

કિસિંગની ઘટના પર એન્જેલિના જોલીની પ્રતિક્રિયાનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના પર તે તાળીઓ પાડી રહી છે અને હસી રહી છે. આ અંગે સ્પષ્ટતા કરતાં તેણે કહ્યું હતું કે, “તેણે જેમ્સને માત્ર તેના ભાઈ તરીકે જ કિસ કરી હતી. તે આશ્ચર્યમાં છે કે લોકો આ બાબતને કેવી રીતે ગેરસમજ કરી રહ્યા છે. એન્જેલિના પોતાની અંગત જિંદગીને લઈને પણ સતત હેડલાઈન્સમાં રહે છે. તમને જણાવી દઈએ કે, તેણે ત્રણ વખત લગ્ન કર્યા હતા. 1996 માં, એન્જેલીનાએ જોની લી મિલર સાથે લગ્ન કર્યા. જો કે, તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. બંનેએ ફિલ્મ ‘હેકર’માં સાથે કામ કર્યું હતું. તમને જણાવી દઈએ કે, માત્ર 16 વર્ષની ઉંમરમાં એન્જેલિના જોલીએ એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી હતી. એન્જેલીના જોલીનું નામ બિલી બોબ સાથે પણ જોડાયું હતું. બિલી બોબ પણ વ્યવસાયે અભિનેતા છે. બંનેએ વર્ષ 2000માં લગ્ન કર્યા હતા. એન્જેલિનાના આ લગ્ન પણ ટકી શક્યા નહીં. બંને 2003માં અલગ થઈ ગયા. એન્જેલીનાએ 2005માં ત્રીજા લગ્ન કર્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસંજય લીલા ભણસાલીના આગામી પ્રોજેક્ટ ‘હીરામંડી’ની દરેક જગ્યાએ થઈ રહી છે ચર્ચા
Next articleRBIની કાર્યવાહી બાદ પેટીએમના શેર સતત બીજા દિવસે ઘટ્યા