Home દેશ - NATIONAL વચગાળાના બજેટમાં પવન ઉર્જા માટે મોટી જાહેરાત કરી

વચગાળાના બજેટમાં પવન ઉર્જા માટે મોટી જાહેરાત કરી

54
0

(જી.એન.એસ),તા.૦૧

ગઈકાલે 31 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બજેટ સત્રના પ્રથમ દિવસે સંસદના બંને ગૃહોને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે, વિશ્વભરમાં પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનોની વિશેષ માગને ધ્યાનમાં રાખીને સરકારે ‘ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ’ પર ભાર મૂક્યો છે અને ગ્રીન એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે કહ્યુ હતું કે છેલ્લા 10 વર્ષમાં બિન-અશ્મિભૂત ઇંધણ પર આધારિત ઊર્જા ક્ષમતા 81 GW થી વધીને 188 GW થઈ છે. આ સમયગાળા દરમિયાન સૌર ઉર્જા ક્ષમતામાં 26 ગણો વધારો થવા સાથે પવન ઊર્જા ક્ષમતા પણ બમણી થઈ ગઈ છે. તેમણે કહ્યું, અમે નવીનીકરણીય ઉર્જા સ્થાપિત ક્ષમતા અને પવન ઉર્જા ક્ષમતામાં વિશ્વમાં ચોથા સ્થાને છીએ. સૌર ઉર્જા ક્ષમતામાં આપણું સ્થાન પાંચમા સ્થાને છે. આજે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન જણાવ્યું હતું કે, વર્ષ 2070 સુધીમાં શૂન્ય ઉત્સર્જન સુધી પહોંચવાની ભારતની પ્રતિબદ્ધતાને પહોંચી વળવા માટે અનેક જાહેરાત કરવામાં આવી છે.

વર્ષ 2021માં ગ્લાસગોમાં આયોજિત COP26 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લક્ષ્યની જાહેરાત કરવામાં આવી હતી.  સીતારમણે કહ્યું કે રૂફટોપ સોલારાઇઝેશન દ્વારા, 1 કરોડ પરિવારો દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મેળવી શકશે. આ પહેલ મફત સૌર ઉર્જા દ્વારા અને વિતરણ કંપનીઓને સરપ્લસ વેચવા દ્વારા ઘરોને વાર્ષિક 15,000 રૂપિયા સુધીની બચત થઈ શકે છે. આ ઉપરાંત 1 GW ની પ્રારંભિક ક્ષમતા માટે ઓફશોર પવન ઉર્જા સંભવિતતાનો ઉપયોગ કરવા માટે વાયેબિલિટી ગેપ ફંડ પ્રદાન કરવામાં આવશે. વર્ષ 2030 સુધીમાં 100 એમટીની કોલ ગેસિફિકેશન અને લિક્વિફેક્શન ક્ષમતા સ્થાપિત કરવામાં આવશે. આનાથી કુદરતી ગેસ, મિથેનોલ અને એમોનિયાની આયાત ઘટાડવામાં પણ મદદ મળશે. પરિવહન માટે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) માં કોમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) અને ઘરેલું હેતુઓ માટે પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)નું તબક્કાવાર મિશ્રણ પણ ફરજિયાત કરવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપબ્લિક ટ્રાન્સપોર્ટ માટે વચગાળાના બજેટમાં ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન માટેની જાહેરાત કરી
Next articleવચગાળાનું બજેટમાં કરવેરા સંબંધિત કોઈ મોટા ફેરફારો કરવામાં આવ્યા નથી