(જી.એન.એસ),તા.૦૧
ઇલેક્ટ્રિક વાહન (ઇવી) ઉદ્યોગમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જે વર્ષ 2023ના પ્રથમ મહિનામાં જ 10 લાખ આંકડા પાર કર્યા હતા. તમને જણાવી દઈએ કે બજેટમાં નિર્મલા સીતારામને ઈલેક્ટ્રીક વાહનોમાં વધારો કરવાને લઈને વાત કરી હતી. સીતારામને કહ્યું કે અમારી સરકાર ઈ-વ્હીકલ મેન્યુફેક્ચરિંગ અને ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ટેકો આપીને ઈ-વ્હીકલ ઈકોસિસ્ટમને વિસ્તૃત અને મજબૂત કરશે. પેમેન્ટ સિક્યોરિટી મિકેનિઝમ દ્વારા જાહેર પરિવહન નેટવર્ક માટે ઈ-બસોના વધુ ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે.
દેશમાં ઈ-વાહનોનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ટ્રેનો બાદ હવે સરકારનો પ્લાન વધુથી વધુ દેશમાં ઈલેક્ટ્રિક બસો દોડાવવાનો છે. જેને લઈને બજેટમાં પણ રજૂઆત કરવામાં આવી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણના જણાવ્યા અનુસાર, બાયફ્યુલ માટે વિશિષ્ટ યોજનાઓ લાવવામાં આવી છે. ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે ઈ-વાહન ઉપલબ્ધ કરાવવા પર ભાર મુકવામાં આવશે. દેશમાં ઇલેક્ટ્રિક અને ગ્રીન મોબિલિટીને લઈને મોટા પગલા લેવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારો પરિવહન માટે ઇલેક્ટ્રિક બસોના ઉપયોગ પર ભારપૂર્વક ધ્યાન આપી રહી છે.
તેમણે વધુમાં કહ્યું કે આ ઇલેક્ટ્રિક બસો હશે. આ રાજ્યમાં ગ્રીન મોબિલિટીને ટેકો આપશે અને શૂન્ય કાર્બન ઉત્સર્જન પર્યાવરણને પણ મદદ કરશે. પ્રથમ તબક્કામાં, તેમણે અહીં વિધાન સૌધા ખાતે BMTCની 100 બિન-વાતાનુકૂલિત એટલે કે એસી ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી બતાવી હતી. જાહેર પરિવહન સેવાઓને વેગ આપવા અને શહેરમાં વધતા વાહનોના પ્રદૂષણને રોકવા માટે નવી ઇલેક્ટ્રિક બસોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, દેશમાં ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે અને ઉદ્યોગના નિષ્ણાતોથી લઈને સરકાર સુધી દરેકને વિશ્વાસ છે કે આવનારો સમય વધુ સારો હશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.