Home મનોરંજન - Entertainment દિવંગત ગાયકોના અવાજને રિક્રિએટ કરીને AR રહેમાન ફસાયા

દિવંગત ગાયકોના અવાજને રિક્રિએટ કરીને AR રહેમાન ફસાયા

57
0

(જી.એન.એસ),તા.૩૧

જાણીતા સિંગર અને કમ્પોઝર એ.આર.રહેમાને લેટેસ્ટ સોન્ગ ‘Thimiri Yezhuda’ને લઈ પોતાનું રિએક્શન આપ્યું છે. તાજેત્તરમાં જ એ.આર.રહેમાને AIની મદદ લીધી હતી, જેના કારણે કેટલાટ લોકો તેમનાથી નારાજ હતા. હવે તેમને આ મુદ્દે પોતાનું રિએક્શન આપ્યું છે. રજનીકાંતની અપકમિંગ ફિલ્મ ‘લાલ સલામ’માં એક સોન્ગ છે, જેની પર ખુબ જ વિવાદ ચાલે છે. ‘Thimiri Yezhuda’ સોન્ગ માટે AIની મદદથી દિવગંત ગાયક બંબા વાક્યા અને શાહુલ હમીદની અવાજને રિક્રિએટ કરવામાં આવ્યો છે. એ.આર.રહેમાનને દિવંગત ગાયકોની અવાજને રિક્રિએટ કરવા પર ઘણા લોકો ટ્રોલ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર તેમના વિશે લોકો કોમેન્ટ કરી રહ્યા છે. તેની વચ્ચે તેમને તમામ ટ્રોલ્સને જવાબ આપ્યો છે. હવે એ.આર.રહેમાને કહ્યું છે કે તેમને જે પણ કર્યુ છે, તે પરમિશન લઈને કર્યુ છે. 29 જાન્યુઆરીએ ઓસ્કર વિજેતા એ.આર.રહેમાને આ વિવાદ પર પોતાનું નિવેદન આપ્યું છે.  તેમને પોસ્ટમાં જણાવ્યું કે ગીતને રિક્રિએટ કર્યા પહેલા તેમને દિવંગત સિંગર્સના પરિવારના લોકો પાસે પરવાનગી લીધી હતી અને સાથે જ તેમને પેમેન્ટ પણ આપવામાં આવ્યું છે. તેમને કહ્યું કે જો ટેક્નોલોજીનો ઉપયોગ યોગ્ય રીતે થાય તો તે નુકસાનકારક નથી. હવે આ ટ્વીટ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર જ્યાં કેટલાક યુઝર્સે એ.આર.રહેમાનના વખાણ કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકો તેમના વિશે ટિપ્પણી કરી રહ્યા છે. કેટલાક લોકોએ તો રહેમાનને સપોર્ટ કરતા કહ્યું કે હાલની દુનિયામાં જે કલાકાર નથી તેમની અમર અવાજને ફરીવાર જીવિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ યુઝર્સ કહી રહ્યા છે કે તેમને દિવંગત ગાયકોનું અપમાન કર્યુ છે. સાથે જ અપકમિંગ સિંગર્સના કરિયર માટે આ એક અવરોધ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતી કંપની વારી રિન્યુએબલ ટેક્નોલોજીસનીએ રોકાણકારો કરોડપતિ બનાવ્યા
Next articleપોતાની ફિટનેસ પર સખત મહેનત કરી રહ્યો છે હાર્દિક પંડ્યા, વિડીયો વાઈરલ