(જી.એન.એસ),તા.૩૧
લદ્દાખમાં ઘેટાં ચરતા માલધારીઓના જૂથની LAC નજીક ચીની સૈનિકો સાથે અથડામણ થઈ હતી. ચીની સૈનિકો તેમને ઘેટાં ચરાવવાથી રોકવાની કોશિશ કરી રહ્યા હતા, ત્યારબાદ માલધારીઓએ ખૂબ જ બહાદુરીથી આ સૈનિકોનો સામનો કર્યો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. અહેવાલો અનુસાર લદ્દાખના માલધારીઓ અને ચીની સૈનિકો વચ્ચે ઝઘડાની ઘટના 2 જાન્યુઆરીએ ટકલુંગ વિસ્તારમાં પેટ્રોલિંગ પોઈન્ટ 36 પાસે બની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. લદ્દાખના માલધારીઓ સાથેની દલીલ બાદ ચીની સૈનિકો ત્યાંથી ચાલ્યા ગયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વીડિયોમાં PLAના છથી આઠ સૈનિકો જોવા મળી રહ્યા છે. જેઓ લદ્દાખના સ્થાનિક માલધારીઓ સાથે ઝઘડો કરી રહ્યા છે. આ દરમિયાન માલધારીઓએ બહાદુરી બતાવી અને ચીની સૈનિકો પર કેટલાક પથ્થરો પણ ફેંક્યા.
માલધારીઓની ચીની સૈનિકો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને તેઓએ સ્પષ્ટ કહ્યું હતું કે આ વિસ્તાર ભારતનો છે અને તેમણે પાછા જવું જોઈએ. વર્ષ 2020માં ગલવાનમાં સૈનિકો વચ્ચેના સંઘર્ષ બાદ સ્થાનિક માલધારીઓએ આ વિસ્તારમાં પશુઓને ચરાવવાનું બંધ કરી દીધું હતું. જે વીડિયો સામે આવ્યો છે તેમાં ચીની સૈનિકો સાથે દલીલ કરી રહેલા માલધારીઓનો દાવો છે કે તેઓ ભારતીય વિસ્તારમાં છે. જેનો આ વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થયા બાદ પર લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. મે 2020 થી પૂર્વી લદ્દાખમાં LAC પર ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ ચાલી રહ્યો છે. ભારતીય અને ચીની સૈનિકો અત્યાર સુધી ગલવાન વેલી, પેંગોંગ ત્સો, ગોગરા (PP-17A) અને હોટ સ્પ્રિંગ્સ (PP-15)માંથી પીછેહઠ કરી ચૂક્યા છે. જો કે, બંને સેનાઓ પાસે હજુ પણ હજારો સૈનિકો લદ્દાખ ક્ષેત્રમાં તૈનાત છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.