Home દેશ - NATIONAL પશ્ચિમ બંગાળમાં સરકારે રાહુલ ગાંધીને સરકારી ગેસ્ટ હાઉસ આપવાનો ઇનકાર કરી દીધો

પશ્ચિમ બંગાળમાં સરકારે રાહુલ ગાંધીને સરકારી ગેસ્ટ હાઉસ આપવાનો ઇનકાર કરી દીધો

54
0

(જી.એન.એસ),તા.૩૦

પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)વચ્ચેની ખેંચતાણનો કોઈ અંત નથી દેખાઈ રહ્યો. તાજેતરના ઘટનાક્રમમાં, મમતા બેનર્જીની સરકારે રાહુલ ગાંધીને સરકારી ગેસ્ટ હાઉસ આપવાનો ઇનકાર કરી દીધો છે. આ મુદ્દે રાજ્યમાં બંને પક્ષોના કાર્યકરો અને નેતાઓ વચ્ચે વિવાદ શરૂ થયો છે. જો કે, ટીએમસીએ તેની પાછળની કહાની જણાવી છે અને ગેસ્ટ હાઉસ ન આપવાનું કારણ આપ્યું છે. તેમણે એમ પણ કટાક્ષ કરતા કહ્યું કે, કોંગ્રેસને માત્ર વોટિંગ વખતે જ યાદ આવે છે, નહીં તો આખું વર્ષ સૂઈ જાય છે. વાસ્તવમાં, રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ 31 જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળના માલદા પહોંચશે. હાલ રાહુલ ગાંધી બિહારમાં છે. બંગાળમાં રાહુલ ગાંધી સાથે ઘણા સાંસદો પણ હાજર રહેશે.   

કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં રાહુલ ગાંધીના રોકાણ માટે સરકારી ગેસ્ટ હાઉસની માંગણી કરી હતી પરંતુ તેમને ગેસ્ટ હાઉસ મળ્યું ન હતું. પાર્ટી અનુસાર કોંગ્રેસે આ માંગ રાહુલ ગાંધીના લંચ માટે કરી હતી. ગેસ્ટ હાઉસ ન મળતા કોંગ્રેસના જિલ્લા એકમને સ્થાનિક ક્લબમાં તેમના ભોજનની વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી. મળતી માહિતી મુજબ માલદાના હરિશ્ચંદ્રપુરના ભાલુકામાં રાજ્ય સિંચાઈ વિભાગના ગેસ્ટ હાઉસ માટે જિલ્લા કોંગ્રેસે અરજી કરી હતી. સિંચાઈ વિભાગને આપેલા આવેદનમાં રાહુલ ગાંધીના ભોજન અને આરામની વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી હતી. મમતા બેનર્જીની સરકારે આ અરજી ફગાવી દીધી હતી. આ પછી કોંગ્રેસે રાહુલ ગાંધી માટે દેવીપુરની ક્લબમાં આરામ કરવાની વ્યવસ્થા કરી હતી. તૃણમૂલ કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળમાં હમણાં જ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ઘણી જગ્યાએ મેળાનો માહોલ છે અને તેમાં હાજરી આપનારા નેતાઓ માટે ગેસ્ટ હાઉસ પહેલેથી જ બુક થઈ ગયા છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધી માટે ગેસ્ટ હાઉસ આપવું શક્ય નહોતું.  

જિલ્લા તૃણમૂલના ઉપાધ્યક્ષ અરુએ કહ્યું કે, ‘વોટિંગનો સમય આવે ત્યારે કોંગ્રેસ જાગે છે. રાજ્ય સરકાર જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં મેળાનું આયોજન કરે છે. આ મેળામાં અનેક અધિકારીઓ હાજર રહે છે. આવી સ્થિતિમાં, સરકારે તેમના માટે ગેસ્ટ હાઉસ પહેલેથી જ બુક કરી દીધા હતા. હવે અચાનક કોંગ્રેસ જાગીને ગેસ્ટ હાઉસની માંગણી કરે તો તે શક્ય નહીં બને. અહીં કોંગ્રેસે કહ્યું, ‘અમે અરજી કરી હતી. સેક્રેટરી સાથે પણ વાત કરવામાં આવી હતી. તેણે કહ્યું, હું તમને પછી કહીશ. હવે લાગે છે કે શાસક પક્ષ ડરી ગયો છે અને તેથી જ કદાચ આપવા માંગતો નથી. રાહુલ ગાંધીને ગેસ્ટ હાઉસ ન મળવાના કારણે આંતરિક રાજકારણ શરૂ થયું છે. ન્યાય યાત્રામાં તૃણમૂલે શરૂઆતથી કોંગ્રેસને સમર્થન આપ્યું ન હતું. મમતા બેનર્જીએ પોતે કહ્યું કે તેમને આ કાર્યક્રમ વિશે કોઈ માહિતી નથી. ટીએમસી પર આરોપ લગાવતા કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્રનાથ હલદરે કહ્યું કે જો મમતાના અધિકારીઓએ રાહુલ ગાંધી માટે ગેસ્ટ હાઉસનો દરવાજો ખોલ્યો હોત તો તેમને મુખ્યમંત્રીના રોષનો સામનો કરવો પડ્યો હોત.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાહુલ ગાંધીના અનામતના નિવેદન પર કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જવાબ આપ્યો
Next articleભારતના રાષ્ટ્રપતિએ ચંદીગઢ યુનિવર્સિટીના ચાન્સેલર શ્રી સતનામ સિંહ સંધુને રાજ્યસભામાં નિયુક્ત કર્યા હોવાથી પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી