(જી.એન.એસ),તા.૨૯
હૈદરાબાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ જોરદાર શરૂઆત કરી હતી અને 190 રનની લીડ પણ મેળવી લીધી હતી. આમ છતાં ટીમ ઈન્ડિયાને મેચના ચોથા દિવસે 28 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે સવાલ એ છે કે ઘરની ધરતી પર આટલો સારો રેકોર્ડ હોવા છતાં ટીમ ઈન્ડિયા આ મેચ કેમ હારી? ટીમ ઈન્ડિયાની ક્યાં ભૂલ થઈ, અને આ હાર માટે જવાબદાર કોણ છે?.. જે વિષે જાણો..
સૌપ્રથમ તો જો એક કારણ કહી શકીએ તો, યુવા ખેલાડીઓનું લડાયક પ્રદર્શન કહી શકાય.. જેની ભારતમાં સફળતા અંગે શંકા હતી, તે ‘બેઝબોલ’ ક્રિકેટના દમ પર ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને પહેલી ટેસ્ટમાં હરાવ્યું હતું. હૈદરાબાદમાં રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને પોતાની જ રમતમાં ફસાવીને 30 રનથી જીત મેળવીને શ્રેણીની શાનદાર શરૂઆત કરી હતી. ઓલી પોપની 196 રનની શાનદાર ઈનિંગ બાદ ઈંગ્લેન્ડના યુવા સ્પિનર ટોપ હાર્ટલીએ ભારતીય ટોપ ઓર્ડરનો નાશ કરીને ઈંગ્લેન્ડને શાનદાર જીત અપાવી હતી.
બીજું કારણ એ છે કે મેચ દરમિયાન રમાયેલ પ્રથમ દાવમાં મોટો સ્કોર કરવાની તક ગુમાવી તે હોઈ શકે.. જેમાં ભારતીય ટીમ પાસે ત્રણ દિવસમાં મેચ જીતવાની તક હતી પરંતુ તેમ થયું નહીં. ઈંગ્લેન્ડને 246 રનમાં આઉટ કર્યા બાદ ભારતીય ટીમે જોરદાર બેટિંગ કરી હતી પરંતુ કોઈ બેટ્સમેન ઓલી પોપ જેવી મોટી ઈનિંગ રમી શક્યો નહોતો. યશસ્વી, કેએલ રાહુલ અને જાડેજા 80 થી 90 રનની વચ્ચે આઉટ થયા હતા. જો ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં જ 550 કે 600 રન બનાવ્યા હોત તો કદાચ બીજી ઈનિંગની જરૂર જ ન પડી હોત.
ત્રીજું કારણ એ છે કે ટીમ ઈન્ડિયાની ખરાબ ફિલ્ડિંગ કરી એક કારણ આ પણ હોઈ શકે.. જેમાં ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ દરમિયાન ટીમ ઈન્ડિયા દરેક ઓવર અને દરેક સેશન સાથે હારતી જણાઈ રહી હતી. ટીમની બોડી લેંગ્વેજ પણ નેગેટિવ થઈ ગઈ અને તેની અસર ફિલ્ડિંગ પર જોવા મળી. મોહમ્મદ સિરાજ અને રવિચંદ્રન અશ્વિને કેટલાક પ્રસંગોએ મિસફિલ્ડિંગ કર્યું હતું પરંતુ સૌથી વધુ નુકસાન અક્ષર પટેલ દ્વારા થયું હતું, જેણે ઓલી પોપનો આસાન કેચ છોડ્યો હતો. તે સમયે પોપ 110 રન પર હતો. તે અંતે 196 રન બનાવીને આઉટ થયો હતો.
ચોથું કારણ એ છે કે રોહિત-ગિલ-અય્યરનો ફ્લોપ રહ્યા તે કારણ પણ હોઈ શકે.. જેમાં ટીમ ઈન્ડિયાના ટોપ અને મિડલ ઓર્ડરમાં ત્રણ બેટ્સમેનો ખૂબ જ નિરાશાજનક રહ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા સતત બંને ઈનિંગમાં પોતાની સારી શરૂઆતને મોટા સ્કોરમાં બદલી શક્યો નહોતો. પ્રથમ દાવમાં તેણે 24 રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઈનિંગમાં તે 39 રન બનાવીને આઉટ થયો હતો. શુભમન ગિલ અને શ્રેયસ અય્યરે વધુ નિરાશ કર્યા હતા. ગિલ પ્રથમ દાવમાં 23 અને બીજા દાવમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. શ્રેયસ અય્યર પણ સ્પિનરો સામે નિષ્ફળ રહ્યો હતો. પ્રથમ ઈનિંગમાં 35 રન બનાવ્યા બાદ બીજી ઇનિંગમાં તે માત્ર 13 રન જ બનાવી શક્યો હતો. તે બંને ઈનિંગમાં સ્પિનર સામે આઉટ થયો હતો.
છેલ્લું અને પાંચમું કારણ રોહિતની કપ્તાની હોઈ શકે.. આમ તો, રોહિત શર્માએ ટૂંકા ફોર્મેટમાં તેની કેપ્ટનશિપ સાબિત કરી છે, પરંતુ ટેસ્ટમાં તેના નેતૃત્વ પર સવાલો ઉભા થયા છે અને અહીં પણ સ્થિતિ એવી જ હતી. બીજી ઈનિંગમાં જ્યારે ઓલી પોપ સહિતના ઈંગ્લિશ બેટ્સમેનો ટીમ ઈન્ડિયાને પછાડી રહ્યા હતા ત્યારે ભારતીય કેપ્ટન પણ કંઈ અલગ કરી શક્યો ન હતો. ન તો આક્રમક ફિલ્ડ સેટિંગ દેખાયું કે ન તો તે ખેલાડીઓનું મનોબળ વધારતું દેખાયું. આવી સ્થિતિમાં તેનું નેતૃત્વ ફરી એકવાર પ્રશ્નના ઘેરામાં આવ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.