Home રમત-ગમત Sports તન્મય અગ્રવાલે રણજી ટ્રોફી મેચમાં પોતાની ઈનિંગમાં 21 સિક્સર ફટકારી

તન્મય અગ્રવાલે રણજી ટ્રોફી મેચમાં પોતાની ઈનિંગમાં 21 સિક્સર ફટકારી

59
0

(જી.એન.એસ),તા.૨૭

જ્યારે હૈદરાબાદમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી હતી, તે જ સમયે હૈદરાબાદમાં વધુ એક ઈતિહાસ રચાઈ રહ્યો હતો. 28 વર્ષના ભારતીય ક્રિકેટરે અહીં એક એવો રેકોર્ડ બનાવ્યો છે, જે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો ઈતિહાસ બની ગયો છે. અહીં અમે તન્મય અગ્રવાલની વાત કરી રહ્યા છીએ, જેણે અરુણાચલ પ્રદેશ સામેની રણજી ટ્રોફી મેચમાં માત્ર 160 બોલમાં 323 રન બનાવ્યા હતા, આશ્ચર્યજનક વાત એ છે કે તન્મય હજુ પણ અણનમ છે. તન્મય અગ્રવાલે હૈદરાબાદ અને અરુણાચલ પ્રદેશ વચ્ચે ચાલી રહેલી મેચમાં આ કારનામું કર્યું હતું. તન્મયે માત્ર 160 બોલમાં 323 રન બનાવ્યા છે. જેમાં તેની ઈનિંગમાં તેણે 33 ફોર અને 21 સિક્સર ફટકારી છે. તન્મય અગ્રવાલે આ ઈનિંગ સાથે ઘણા રેકોર્ડ બનાવ્યા. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો.. 

તન્મયે આ મામલે રવિ શાસ્ત્રીને પાછળ છોડી દીધા છે. 28 વર્ષના તન્મય અગ્રવાલનો ડોમેસ્ટિક ક્રિકેટમાં રેકોર્ડ મજબૂત છે. તેણે 55 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 3533 રન બનાવ્યા છે, જેમાં તેણે 39ની એવરેજથી રન બનાવ્યા છે. અત્યાર સુધીમાં તન્મયે 11 સદી ફટકારી છે, જ્યારે 11 અડધી સદી તેના નામે છે. તન્મયે પણ લિસ્ટ-A ક્રિકેટમાં 53 મેચોમાં 49ની એવરેજથી 2323 રન બનાવ્યા છે. તન્મયના નામે લિસ્ટ-A ક્રિકેટમાં 7 સદી છે. તન્મયે સ્થાનિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કર્યું, 2017માં તેને સનરાઈઝર્સ હૈદરાબાદે પણ માત્ર 10 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે જાન્યુઆરી 2018માં તેની બેઝ પ્રાઈસ 20 લાખ રૂપિયા થઈ ગઈ હતી, જોકે તન્મય અગ્રવાલને ક્યારેય આઈપીએલ મેચ રમવાની તક મળી નથી. અરુણાચલ પ્રદેશ પહેલા તન્મયે સિક્કિમ સામેની મેચમાં પણ સદી ફટકારી હતી અને 137 રન બનાવ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફિલ્મ ‘કંગુવા’ પહેલું પોસ્ટર રિલીઝ, કોઈએ એક્ટરને ક્યારેય આવા રૂપમાં નહિ જોયો હોય
Next articleખામીયુક્ત બેકઅપ કેમેરાને કારણે ટેસ્લા યુએસમાં 200,000 વાહનોને પાછા બોલાવ્યા