Home રમત-ગમત Sports રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાએ હૈદરાબાદ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની પહેલી ત્રણ વિકેટ લેતાની...

રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાએ હૈદરાબાદ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની પહેલી ત્રણ વિકેટ લેતાની સાથે જ ઈતિહાસ રચ્યો

57
0

(જી.એન.એસ),તા.૨૫

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાએ હૈદરાબાદ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની પહેલી ત્રણ વિકેટ લેતાની સાથે જ ઈતિહાસ રચી દીધો છે.  આમ તો, ભારતીય ક્રિકેટમાં બોલિંગમાં હંમેશાથી સ્પિનરોનું પ્રભુત્વ રહ્યું છે. તેમાં પણ જ્યારે બે સ્પિનરોની જોડી મેદાનમાં ઉતરે છે ત્યારે ભારતની જીતની શક્યતા વધી જતી હોય છે. આવી જ એક જોડી છે જે લાંબા સમયથી ભારતીય ક્રિકેટમાં રાજ કરી રહી છે અને હવે તેમણે નવો કીર્તિમાન રચી દીધો છે. વર્તમાન સમયની વિશ્વ ક્રિકેટની સૌથી સફળ સ્પિન બોલિંગ જોડી ભારતીય ટીમના અશ્વિન અને જાડેજાની જોડી છે. આ બંનેએ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા તરફથી રમતા અનેક વિકેટો લઈ ભારતને જીત અપાવી છે. ત્રણેય ફોર્મેટમાંથી ટેસ્ટ ક્રિકેટમાં તો આ જોડીનો કોઈ મુકાબલો જ નથી. 

25 જાન્યુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શરૂ થયેલ પાંચ મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં ફરી એકવાર આ જોડીએ કમાલ બોલિંગ પ્રદર્શન કર્યું હતું અને લંચ પહેલા જ ઈંગ્લેન્ડ ટીમની ત્રણ વિકેટો ઝડપી હતી. આ વિકેટ લેતા સાથે જ અશ્વિન-જાડેજાની જોડીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. ઈંગ્લેન્ડ સામે રવિચંદ્રન અશ્વિને ઝેક ક્રોલીને આઉટ કરી ટીમ ઈન્ડિયાને પહેલી સફળતા અપાવી હતી. જે બાદ રવીન્દ્ર જાડેજાએ ઓલી પોપને આઉટ ઈંગ્લેન્ડને બીજો ઝટકો આપ્યો હતો. આ વિકેટ સાથે જ અશ્વિન-જાડેજાની જોડીએ ટેસ્ટ ક્રિકેટમાં 503 વિકેટ પૂર્ણ કરી હતી. અશ્વિન-જાડેજાની જોડી 503 વિકેટ લેતાની સાથે જ ભારતની સૌથી સફળ જોડી બની ગઈ હતી. બંનેએ અનિલ કુંબલે અને હરભજન સિંહની જોડીને પાછળ છોડી દીધી હતી. કુંબલે-હરભજનની મહાન સ્પિન જોડીએ ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં કુલ 502 વિકેટ ઝડપી હતી. જે એક રેકોર્ડ હતો. આ રેકોર્ડને તોડી હવે અશ્વિન-જાડેજાની જોડી ટેસ્ટમાં ભારતની સૌથી સફળ બોલિંગ જોડી બની ગઈ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહૈદરાબાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના ખેલાડી આઉટ છતાં નોટ આઉટ, અને 29 રનની ઈનિંગ પણ રમી ગયો
Next articleભારતીય મહિલા બોક્સર મેરી કોમે પોતાની નિવૃત્તિના સમાચારને નકારી કાઢ્યા