(જી.એન.એસ),તા.૨૫
લોકો વધારે રૂપિયા કમાવવાની લાલચમાં ઘણી વખત ભૂલ કરે છે અને તેઓ છેતરપિંડીનો શિકાર બને છે. શેરબજારમાં પણ આવા ઘણા કિસ્સાઓ બની રહ્યા છે. છેતરપિંડી કરનારાઓ શેરબજારમાંથી મોટી કમાણી કરીને અમીર બનવાના સપના બતાવે છે. આ પ્રકારે કોઈ રોકાણકારો છેતરપિંડીનો ભોગ ન બને તેના માટે ટ્રેડિંગ કંપની ANGEL ONE એ તાજેતરમાં તેના એકાઉન્ટ ધારકોને સાવચેત રહેવા જણાવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર હાલમાં ફ્રોડ કરનારા Anglebok નામની એપ દ્વારા વધારે રિટર્ન કમાવવાની લાલચ આપીને ફંડ એકત્ર કરી રહ્યા છે.
સાયબર ગુનેગારો ANGEL ONE કંપનીના અધિકારી બનીને રોકાણકારોનો સંપર્ક કરી રહ્યા છે અને રોકાણકરવા માટે જણાવી રહ્યા છે. તેઓ ફેક વેબસાઈટ અને એપ દ્વારા ઈન્વેસ્ટમેન્ટ કરાવી ફ્રોડ કરી રહ્યા છે. ઠગ લોકોને ફોન કોલ, ઈમેલ અને જુદા-જુદા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ANGEL ONE ના કસ્ટમર્સનો સંપર્ક કરી રહ્યા છે. સ્કેમર્સ ખોટ ઈન્વેસ્ટમેન્ટ પ્લાન જણાવી લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. આ પ્રકારના ફ્રોડથી બચવા માટે ANGEL ONE એ જણાવ્યું કે, તમારી અંગત કે નાણાકીય વિગતો કોઈની સાથે શેર કરવી નહીં. જો કોઈના દ્વારા રોકાણ પર ઓફર આપવામાં આવે છે તો સાવચેત રહો. તમારા ડીમેટ એકાઉન્ટ માટે પાસવર્ડ સ્ટ્રોંગ રાખવો જેથી તે હેક થઈ શકે નહીં. જો તમારી સાથે કોઈ પણ ફ્રોડ થાય તો તરત જ તીને કંપનીને જાણ કરો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.