Home રમત-ગમત Sports IPLનો બેટ્સમેન એક જ બોલ પર બે વાર આઉટ થયો, વિડીયો વાઈરલ

IPLનો બેટ્સમેન એક જ બોલ પર બે વાર આઉટ થયો, વિડીયો વાઈરલ

54
0

(જી.એન.એસ),તા.૨૪

જેમ ક્રિકેટમાં મેચો સાથે જોડાયેલી ઘણી યાદગાર વાતો છે, તેવી જ રીતે આ જેન્ટલમેનની રમતમાં પણ કેટલીક વિચિત્ર ઘટનાઓ છે. આ રમતમાં નવીનતમ વિચિત્ર ઘટના દક્ષિણ આફ્રિકાની T20 લીગમાં જોવા મળી હતી, જ્યાં એક શક્તિશાળી બેટ્સમેન એક જ બોલ પર બે વાર આઉટ થતો જોવા મળ્યો હતો. સૌથી મોંઘો બેટ્સમેન માર્કસ સ્ટોઇનિસને IPL રમવા માટે 9 કરોડ રૂપિયાથી વધુ મળે છે. પરંતુ, હવે તેનો એક જ બોલ પર બે વખત આઉટ થતો વીડિયો વાયરલ થયો છે. હવે પ્રશ્ન થયો હશે કે, આ કેવી રીતે થયું?.., માર્કસ સ્ટોઇનિસ એક જ બોલ પર બે વાર કેવી રીતે આઉટ થયો? તો જે મેચમાં આ બન્યું તે 23 જાન્યુઆરીએ દક્ષિણ આફ્રિકા T20 લીગની બે ટીમો ડરબન સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ કેપટાઉન વચ્ચે રમાઈ હતી.  

Viral Video Link

માર્કસ આ મેચ જીતનારી ટીમ ડરબન સુપર જાયન્ટ્સનો ભાગ હતો. 158 રનના ટાર્ગેટનો બચાવ કરતા ડરબન સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સ કેપટાઉનને 36 રનથી હરાવ્યું હતું. કેપટાઉન સામે મુંબઈ ઈન્ડિયન્સની જીતમાં માર્કસ સ્ટોઈનિસ બેટ વડે કોઈ ખાસ યોગદાન આપી શક્યો નહોતો. તે માત્ર 11 રનના સ્કોર પર આઉટ થયો હતો. પરંતુ તેણે જે રીતે તેની વિકેટ ગુમાવી તે ચોક્કસપણે ચર્ચાનો વિષય બની ગયો છે. ડરબન સુપર જાયન્ટ્સની ઇનિંગની 15મી ઓવર ચાલી રહી હતી. ઓલી સ્ટોને આ ઓવરનો ચોથો બોલ થોડો શોર્ટ નાખ્યો. એક્સટ્રા બાઉંસના કારણે સ્ટોઇનિસ ચોંકી ગયો હતો અને શોટ રમવા માટે પોતાને એડજસ્ટ કરવાનો પ્રયાસ કરતી વખતે તે વખતે તે હિટ વિકેટ થયો હતો. આ દરમિયાન બોલ તેના બેટના કિનારા પર લાગ્યો અને તે સીધો સ્ક્વેર લેગ ફિલ્ડરના હાથમાં ગયો અને તે કેચ આઉટ પણ થયો હતો. આ રીતે માર્કસ સ્ટોઈનિસ એક જ બોલ પર બે વખત આઉટ થયો હતો.  

જો કે, તેના નામની આગળ રેકોર્ડ પર હિટ વિકેટનો શિકાર બન્યો તેમ જ લખવામાં આવ્યા છે. કદાચ એટલા માટે કે સ્ક્વેર લેગ પર કેચ લેવાય તે પહેલા જ તેણે બેટ વડે વિકેટને મારી દીધી હતી અને હીટ વિકેટ થયો હતો. ડરબન સુપર જાયન્ટ્સની જીતમાં માર્કસ સ્ટોઇનિસે ભલે બેટથી કોઈ મોટું યોગદાન ન આપ્યું હોય, પરંતુ બોલ વડે તેણે અસરકારક રીતે મુંબઈ ઈન્ડિયન્સ કેપટાઉનને હાર તરફ ધકેલી દીધું. સ્ટોઇનિસે આ મેચમાં 4 ઓવરમાં 18 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. માર્કસ સ્ટોઈનિસ આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમે છે. કેએલ રાહુલની આગેવાની હેઠળની ટીમ એલએસજીએ આ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરને 9 કરોડ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. IPL 2024 માટે લખનૌ ફ્રેન્ચાઇઝી દ્વારા સ્ટોઇનિસને જાળવી રાખવામાં આવ્યો હતો, જેના કારણે તેની બોલી આ સિઝનની હરાજીમાં મૂકવામાં આવી ન હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleટેસ્ટ મેચ પહેલા ટીમના બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા
Next articleદૈનિક રાશિફળ (તા.૨૬-૦૧-૨૦૨૪)