Home દેશ - NATIONAL એરલાઈન્સ કંપની સ્પેસજેટ દ્વારા ઓફરનું એલાન કરવામાં આવ્યું

એરલાઈન્સ કંપની સ્પેસજેટ દ્વારા ઓફરનું એલાન કરવામાં આવ્યું

31
0

અયોધ્યા જવા માટે માત્ર 1622 રુપિયામાં ફ્લાઈટની ટિકિટ મળશે

(જી.એન.એસ),તા.૨૪

અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામનું આગમન થતાની સાથે જ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અવસર પર એરલાઈન્સ કંપની સ્પેસજેટ દ્વારા શાનદાર ઓફરનું એલાન કરવામાં આવ્યું છે. એરલાઈન્સ કંપનીએ દેશના પ્રમુખ ડેસ્ટિનેશન માટે માત્ર 1622 રુપિયાની ટિકિટની જાહેરાત કરી છે. સ્પાઈસજેટની સ્પેશ્યિલ સેલ- બુકિંગ – 22 જાન્યુઆરી થી 28 જાન્યુઆરી 2024 સુધી, યાત્રા – 22 જાન્યુઆરીથી-30 સપ્ટેમ્બર 2024 સુધી, કેટલીક ઘરેલૂ અને આતંરરાષ્ટ્રીય એકતરફા ફલાઈટ માટેની ઓફર,  ગ્રુપ બુકિંગ માટે આ ઓફર લાગુ નથી પડતી, બુકિંગ કેન્સલ થતા ચાર્જ સાથે પૈસા પરત કરવામાં આવશે, આ ઓફરને કોઈ અન્ય ઓફર સાથે સંયુક્ત નહીં કરી શકાય અને ફ્રીમાં ટ્રાવેલની ડેટ ચેન્જ કરાવી શકાય છે.  

સ્પાઇસજેટની માહિતી અનુસાર, આકર્ષક ભાડું રૂ. 1622/- થી શરૂ થાય છે. તમે સ્પાઇસમેક્સ, માઇલ્સ, યુ ફર્સ્ટ અને પ્રિફર્ડ સીટ પર 30% સુધી ડિસ્કાઉન્ટનો આનંદ માણી શકશો. બુકિંગનો સમયગાળો નિર્ધારિત કરવામાં આવ્યો છે. સમય 22 થી 28 જાન્યુઆરી, 2024નો છે. મુસાફરીનો સમયગાળો: 22 જાન્યુઆરી 2024 થી 30 સપ્ટેમ્બર 2024. ત્યાં મર્યાદિત સીટો છે જેના માટે ઑફર ઉપલબ્ધ છે. આ બેઠકો પહેલા આવો પહેલા સેવાના ધોરણે ઉપલબ્ધ છે. આ ખાસ અવસરને ચિહ્નિત કરવા અને એર કનેક્ટિવિટી વધારવા માટે, સ્પાઈસજેટે ભારતના મોટા શહેરોને અયોધ્યા સાથે જોડતી નવી ફ્લાઈટ્સ શરૂ કરવાની જાહેરાત કરી છે. 1 ફેબ્રુઆરી, 2024થી, સ્પાઈસજેટ દિલ્હી, અમદાવાદ, ચેન્નાઈ, બેંગલુરુ, જયપુર, પટના, દરભંગા અને મુંબઈ માટે નોન-સ્ટોપ ફ્લાઈટ્સ શરૂ કરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન-પીએમ મોદીની જયપુરમાં દ્વિપક્ષીય મંત્રણા
Next articleબિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરનેને મરણોપરાંત ભારતરત્ન મળશે