Home ગુજરાત આદિવાસીઓનો વિરોધ ઃ પોસ્ટરમાં કોણે છાપ્યા મેધા સાથે રાહુલ ગાંધી, અહમદ પટેલ...

આદિવાસીઓનો વિરોધ ઃ પોસ્ટરમાં કોણે છાપ્યા મેધા સાથે રાહુલ ગાંધી, અહમદ પટેલ અને વસાવાના ફોડા….?

1241
0

(જી.એન.એસ.), ગાંધીનગર, તા.27
એક તરફ સરકારી વહીવટી તંત્ર માં ૩૧ ઓક્ટોબર ના ભવ્ય ઉજવણી ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બીજી તરફ સરકાર અને વિરોધિયોને વગર કારણે એક બીજા સાથે ભેરવી ને સરદારસાહેબના કાર્યક્રમ માં વિઘ્ન સર્જવા એવા પોસ્ટર બેનરો જોવા મળ્યા જેમાં ગુજરાત વિરોધી મેધા પાટકર ની સાથે મળીને કોંગ્રેસ અને ધારાસભ્ય છોટુ વસાવા આદિવાસીઓની રેલી યોજી ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને નર્મદા અસરગ્રસ્તો ની માંગણીઓ રજુ કરવાના છે..! પોસ્ટર માં ગુજરાત વિરોધી મેધાનો રાહુલ ગાંધી, વસાવા અને અહમદ પટેલ કરતા મોટો દર્શાવાયો હતો. તેની જાણ સૌ પ્રથમ ન્યૂઝ એજન્સી જીએનએસને થતાં તરત જ તેને સત્યતા ચકાસતા બહાર આવ્યું કે આ પોસ્ટર બેનર બોગસ છે અને ફેક ન્યૂઝ નો એક ભાગ છે. આ અંગે જીએનએસના પત્રકારે કોંગ્રેસ અને છોટુભાઇ વસાવાનું ધ્યાન દોરતાં છોટુંભાઇએ સોશિયલ મીડિયા દ્વારા આ પ્રકારની પ્રવૃત્તીને વખોડી કાઢી હતી અને કોંગ્રેસના સુત્રો તરફથી મળતી મીહિતી અનુસાર કોંગ્રેસ ભરૂચ જીલ્લા એકમ દ્વારા આ અંગે પોલીસ કેસ કરવાની તૈયારી કરી હોવાનું જાણવા મળેલ છે.
જે કાર્યક્રમ માં વડાપ્રધાન પછી ભલે તે કોઈ પણ પક્ષના હોય તો પણ કોઈ વિપક્ષ રેલી કાઢી ને કાર્યક્રમ ના સ્થળે જઈ ને વડાપ્રધાન ને આવેદન પત્ર આપતા નથી. એવી કોઈ પ્રથા જ નથી. તેમ છતાં આવી રેલી યોજાવાની છે એવા પોસ્ટર બેનરો લગાવવા અને તેમાં હાડોહાડ ગુજરાત વિરોધી જેમને નર્મદાનું કામ અટકાવવા કોઈ તક છોડી નથી તેવા મેધા પાટકરનો ફોટો અન્ય નેતાઓ ની સાથે મુકીને વાતાવરણ ને ડહોલવાનું કારસ્તાન રફતાર પકડે તે પહેલા જીએનએસ ની ટીમ સક્રિય બની અને તેમાં સાચું શું છે તેની તપાસ કરી ત્યારે તે વાત સાવ બોગસ સાબિત થઇ હતી. પોસ્ટર મે જેમનો ફોટો હતો તે છોટુભાઈ વસાવા એ તરત જ પોતાના ફેસબુક અકાઉન્ટ એ પોસ્ટર પર ચોકડી મારી લખ્યું કે અમે એઓ કોઈ કાર્યક્રમ આપ્યો જ નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article#MeToo : મહિલાઓની સુરક્ષા જરૂરી પણ તેની સાઇડ ઇફેક્ટને પણ ધ્યાનમાં રાખે મહિલા આયોગ
Next articleમોદીનીતિ : સરદારનો હું ઉપયોગ કરું તમે કરો તો મારો વિરોધ….