Home દેશ - NATIONAL EDIIએ 27 વિકસતા દેશોના 71 આંતરરાષ્ટ્રીય સહભાગીઓને ઉદ્યોગ સાહસિકતાની તાલીમ આપી

EDIIએ 27 વિકસતા દેશોના 71 આંતરરાષ્ટ્રીય સહભાગીઓને ઉદ્યોગ સાહસિકતાની તાલીમ આપી

13
0

EDIIના વિદાય સમારંભમાં વિદેશી પ્રોફેશનલ્સને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા

(જી.એન.એસ),તા.૨૦

આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (ઈડીઆઈઆઈ) દ્વારા શુક્રવારે યોજાયેલા વિદાય સમારંભમાં 27 વિકસતા દેશોના 71 વિદેશી પ્રોફેશનલ્સને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સસ્ટેનેબલ પ્રોજેક્ટ પ્રિપરેશન એન્ડ અપ્રેઝલ એન્ડ ઇનફોર્મલ સેક્ટર એન્ટરપ્રાઇઝ, આંત્રપ્રિન્યોરશિપ એજ્યુકેશન, નોલેજ મેનેજન્ટ એન્ડ પોલિસી રિસર્ચ અને પ્રમોટિંગ સ્ટાર્ટઅપ્સ ઇન ડેવલપિંગ ઇકોનોમીઝ થ્રુ ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સહિતના ભારત સરકારના વિદેશ મંત્રાલયના ઈન્ડિયન ટેક્નિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન (આઈટીઈસી) દ્વારા સ્પોન્સર કરાયેલા ત્રણ પ્રોગ્રામ્સ શુક્રવારે ઈડીઆઈઆઈ ખાતે પૂરા થયા હતા.  કાર્યક્રમમાં ભાગ લેનાર પ્રોફેશનલ્સને સંબોધતા શ્રીમતી અભિલાષા જોશીએ જણાવ્યું હતું કે “ભારત જ્ઞાનની વહેંચણી તથા શિક્ષણ અને શીખવા પર ધ્યાન આપવાની લાંબી પરંપરા ધરાવે છે. અમે વસુધૈવ કુટુંબકમ એટલે કે ‘સમગ્ર વિશ્વ એક પરિવાર છે’ ના અમારા સભ્યતાના સિદ્ધાંતોને ઊંચું મૂલ્ય આપીએ છીએ અને તેનાથી પ્રેરિત થઈને અમે સુનિશ્ચિત કરીએ છીએ કે અમારા મહેમાનોનું સંભવિત દરેક પ્રકારે ધ્યાન રાખવામાં આવે. વિદેશ મંત્રાલયના આઈટીઈસી હેઠળના પ્રોગ્રામ્સ ખૂબ જ પ્રસ્તુત, સમકાલિન જરૂરિયાતો પર આધારિત અને દક્ષિણ-દક્ષિણ સહકારના સિદ્ધાંતો પર ભાર મૂકે છે. મેં એ પણ નોંધ્યું છે કે આ પ્રોગ્રામ્સમાં મહિલાઓએ મોટાપાયે ભાગ લીધો છે જે મહિલાઓના નેતૃત્વ હેઠળના વિકાસ માટેનો આશાસ્પદ સંકેત આપે છે. શ્રીમતી જોશીએ દેશની સુખાકારી માટે તેમના દેશ તથા સંસ્થામાં પાછા ફરીને શિક્ષણનો અમલ કરવા સહભાગીઓને વિનંતી કરી હતી.”    

પોતાના પ્રવચનમાં ડો. સુનીલ શુક્લાએ જણાવ્યું હતું કે “વિશ્વભરના 160થી વધુ દેશોને મદદનો હાથ લંબાવવાની સરકારની પ્રતિબદ્ધતા અદ્વિતીય છે. આ ત્રણ પ્રોગ્રામ્સમાં ભાગ લેનાર પ્રોફેશનલ્સે વિષય-સંબંધિત કૌશલ્યો શીખ્યા હતા, ઉપરાંત તેમને એ નિરીક્ષણ કરવાની પણ તક મળી હતી કે કેવી રીતે રાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય આર્થિક વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, સ્ટાર્ટઅપ અને સામાજિક વિકાસને પ્રાથમિકતા આપે છે. મને વિશ્વાસ છે કે આ અનુભવ ખૂબ જ યાદગાર રહ્યો છે અને સમાજના વિવિધ સ્તરો સુધી તેના લાભ પહોંચાડવામાં મદદરૂપ થશે. પ્રોગ્રામ્સમાં ભાગ લેનાર સૌને હું વિનંતી કરું છું કે તેમના વતનમાં જઈને શિક્ષણનો પ્રસાર કરે.” આંત્રપ્રિન્યોરશિપ એજ્યુકેશન, નોલેજ મેનેજમેન્ટ એન્ડ પોલિસી રિસર્ચ પ્રોગ્રામમાં 18 દેશોના 28 લોકોએ ભાગ લીધો હતો જેનો હતુ દેશમાં કસ્ટમાઇઝ્ડ અને જરૂરિયાત આધારિત ઉદ્યોગ સાહસિક શિક્ષણ નીતિઓ, વ્યૂહરચનાઓ તથા કાર્યક્રમો ઘડવા માટે સહભાગીઓને સક્ષમ બનાવવાનો હતો. ડો. પંકજ ભારતી આ પ્રોગ્રામના પ્રોગ્રામ ડિરેક્ટર હતા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સસ્ટેનેબલ પ્રોજેક્ટ પ્રિપેરેશન એન્ડ અપ્રેઝલ એન્ડ ઇન્ફોર્મલ સેક્ટર એન્ટરપ્રાઇઝ પ્રોગ્રામનો હેતુ ઇન્ડસ્ટ્રીયલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટકાઉ તકોના ક્ષેત્રોમાં પ્રોજેક્ટ તૈયારી તથા મૂલ્યાંકન તકનીકો, નિર્ણય લેવાની પ્રક્રિયાના વિષયમાં અધિકારીઓનું જ્ઞાન વધારીને તથા અપડેટ કરીને સુધારેલી વ્યવહારદક્ષતા, વળતર અને અસરકારક રોકાણ નિર્ણયો લેવા તરફ દોરી જવાનો હતો. ડો. અમિત કે. દ્વિવેદી આ પ્રોગ્રામના પ્રોગ્રામ ડિરેક્ટર હતા જેમાં 10 દેશોના 17 સહભાગીઓએ ભાગ લીધો હતો. પ્રમોટિંગ સ્ટાર્ટઅપ્સ ઇન ડેવલપિંગ ઇકોનોમીઝ થ્રુ ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન પ્રોગ્રામ ઇન્ક્યુબેશન સેન્ટર્સની સ્થાપના અને સમર્થન થકી વિકસતા દેશોમાં સ્ટાર્ટઅપ અભિયાન તરફ દોરી જવા માટે પ્રોફેશનલ્સની કેડર તૈયાર કરવા માટે બનાવવામાં આવ્યો હતો. ડો. સત્ય રંજન આચાર્ય આ પ્રોગ્રામના પ્રોગ્રામ ડિરેક્ટર હતા જેમાં 16 દેશોના 26 સહભાગીઓએ ભાગ લીધો હતો. સહભાગીઓએ ગહન જ્ઞાન મેળવ્યું હતું અને સંબંધિત એક્સપોઝર વિઝિટ્સ દ્વારા થિયરીના જ્ઞાનને પ્રેક્ટિકલ પાસાં સાથે જોડી શક્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોર્ટમાં ન્યાયાધીશને અપશબ્દ બોલીને મહિલા ફસાઈ ગઈ, પાસપોર્ટ જપ્ત કરવા આદેશ આપ્યો
Next articleટાટા સ્ટીલ પોતાનો બિઝનેસ બંધ કરશે!