(G.N.S) dt. 18
અમદાવાદ,
ડીપ્લોમા ઈજનેરી/ફાર્મસી પછીના ડિગ્રી એન્જિનિયરિંગ//ફાર્મસી અભ્યાસક્ર્મોમાં બીજા વર્ષ (ત્રીજા સેમેસ્ટર)માં પ્રવેશ લેવા માટે ડીપ્લોમાંથી ડિગ્રી ઈજનેરી/ફાર્મસી બીજા વર્ષ (ત્રીજા સેમેસ્ટર)માં ડીપ્લોમાંથી ડિગ્રી કોમન એન્ટ્રન્સ પરીક્ષા (DDCET)ના આધારે મેરીટ બનાવી પ્રવેશ ફાળવવા માટેની જોગવાઈ તા.૨૩.૦૮.૨૦૨૩ના ઠરાવ થકી કરવામાં આવ્યું છે. જે અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં પ્રવેશ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોને મેરીટ માટે ડીપ્લોમાંથી ડિગ્રી કોમન એન્ટ્રન્સ પરીક્ષા (DDCET)નાં આધારે પ્રવેશ ફાળવવામાં આવનાર છે.
ડીપ્લોમાંથી ડિગ્રી કોમન એન્ટ્રન્સ પરીક્ષા (DDCET) માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાનો અભ્યાસક્રમ જાહેર કર્યા બાદ આ અભ્યાસક્રમમાં કેમેસ્ટ્રી વિષયના અભ્યાસક્રમ અર્થે વિદ્યાર્થીઓની વિવિધ રજૂઆત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને પ્રવેશ સમિતિને મળેલ હતી. આ રજૂઆત અન્વયે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ખાતે BOSની મિટિંગ અને DDCETની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જે અન્વયે વિદ્યાર્થીઓના હિતમાં આ મુજબનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પ્રવેશ સમિતિ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ ૧૦૦ માર્ક્સના અભ્યાસક્રમમાં Chemistryના ૫૦ માર્ક્સ રાખવામાં આવેલ હતા. યુનિવર્સિટી તેમજ વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાને લેતા વિદ્યાર્થીઓના હિતમાં Chemistryના (ધોરણ 10નો અભ્યાસક્રમ) અભ્યાસક્રમના ૨૦ માર્ક્સ રાખવામાં આવ્યા છે. આ સાથે Basic Engineeringના ૨૦ માર્કસ તથા Physicsના ૬૦ માર્કસ રાખવામાં આવ્યા છે.
વધુમાં આ પ્રવેશ બાબતે સરકારશ્રીના વખતો વખતના પ્રવેશ નિયમોને આધીન કાર્યવાહી કરવાની રહેશે. વધુમાં સિલેબસની કોપી અને અન્ય આનુસંગિક માહિતી પ્રવેશ સમિતિની વેબસાઇટ https://acpc.gujarat.gov.in/ ઉપર ટૂંક સમય માં જાહેર કરવામાં આવશે. જેને દરરોજ જોવાની સલાહ આપવામાં આવે છે. સમિતિની ૨૪ કલાકની હેલ્પ લાઇન ૦૭૯-૨૬૫૬૬૦૦૦ પર સંપર્ક સાધી શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.