(જી.એન.એસ),તા.૧૭
આજે બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાનની છેલ્લી મેચ હશે જેમાં ઝાકળ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ભારતે અફઘાનિસ્તાનને 3-0થી હાર આપવા મેદાનમાં ઉતરશે. સીરિઝ જીતી ચૂકેલી ભારતીય ટીમ બુધવારે અફઘાનિસ્તાન સામેની ત્રીજી અને અંતિમ T20 મેચમાં ‘ક્લીન સ્વીપ’ના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે અને કેપ્ટન રોહિત શર્માના ફોર્મમાં પરત ફરવાની પણ આશા રાખશે. ભારત-અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની ટી 20 સિરીઝની છેલ્લી મેચ આજે રમાશે. આ મેચ બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. રોહિત શર્માની આગેવાની વાળી ટીમ ક્લીન સ્વીપના ઈરાદે મેદાનમાં ઉતરશે. તેમજ અફઘાનિસ્તાનની ટીમ એ ઈરાદે મેદાનમાં ઉતરશે કે કોઈ ઉલટફેર થાય ભારતે પહેલા જ 3 મેચની સીરિઝ 2-0થી જીતી લીધી છે.
બેંગ્લુરુમાં ફરી એક વખત સૌની નજર રહેશે ભારતીય ક્રિકેટના 2 દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી પર રહેશે. જૂનમાં રમાનારા ટી 20 વર્લ્ડકપ 2024 પહેલા ભારતની છેલ્લી ટી20 મેચ છે. ત્યારે બંન્ને બેટ્સમેન સારું પ્રદર્શન કરવા મેદાનમાં ઉતરશે. આ સિવાય યશસ્વી જ્યસ્વાલ અને શિવમ દુબે જેવા ખેલાડીઓ સારું પ્રદર્શન કરી મેદાનમાં ઉતરશે. ગત્ત ટી 20 મેચ મોહાલીમાં રમાઈ હતી. જ્યાં ખુબ ઠંડી હતી. ઈંદોરમાં રમાયેલી બીજી ટી 20 મેચમાં હવામાન સારું હતુ. બેંગ્લુરુમાં પણ હવામાન સારું રહેશે. વરસાદની શક્યતા નથી. ચાહકો આખી મેચ કોઈ પણ હવામાનના અડચણ વગર જોઈ શકશે. બીજી ઈનિગ્સમાં ઝાકળ જોવા મળી શકે છે પરંતુ આની અસર થોડી મેચ પર જોવા મળી શકે છે.ભારતે પ્રથમ મેચમાં 17.3 ઓવરમાં 159 રન અને બીજી મેચમાં 15.4 ઓવરમાં 173 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.