Home રમત-ગમત Sports પ્રખર ચતુર્વેદીએ 638 બોલનો સામનો કર્યો અને 404 રન બનાવ્યા, ઈતિહાસ રચ્યો

પ્રખર ચતુર્વેદીએ 638 બોલનો સામનો કર્યો અને 404 રન બનાવ્યા, ઈતિહાસ રચ્યો

43
0

(જી.એન.એસ),તા.૧૬

સમિત દ્રવિડના સાથી ક્રિકેટર પ્રખર ચતુર્વેદી છે, જેમણે કૂચ બિહાર ટ્રોફીની ફાઇનલમાં એકલા હાથે 400 થી વધુ રન બનાવીને ઇતિહાસ રચ્યો હતો. આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પ્રખર ચતુર્વેદી અત્યાર સુધી રમાયેલી ફાઈનલમાં 400 પ્લસ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન છે. તેણે કર્ણાટક તરફથી મુંબઈની ટીમ સામે રમતા આ મહાન રેકોર્ડ બનાવ્યો છે. સમિત દ્રવિડના ફ્રેન્ડ ક્રિકેટર પ્રખર ચતુર્વેદી છે, જેમણે કૂચ બિહાર ટ્રોફીની ફાઇનલમાં એકલા હાથે 400 થી વધુ રન બનાવીને ઇતિહાસ રચ્યો હતો. આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પ્રખર ચતુર્વેદી અત્યાર સુધી રમાયેલી ફાઈનલમાં 400 પ્લસ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન છે. તેણે કર્ણાટક તરફથી મુંબઈની ટીમ સામે રમતા આ મહાન રેકોર્ડ બનાવ્યો છે.  

આ બેટ્સમેનોના પ્રદર્શનની અસર એ થઈ કે મુંબઈ સામેની મેચ કર્ણાટકની મોટી લીડ સાથે ડ્રો થઈ ગઈ.મુંબઈએ પહેલી ઈનિગ્સમાં 380 રન બનાવ્યા હતા તો કર્ણાટકે 8 વિકેટ પર 890 રન બનાવતા ઈનિગ્સ જાહેર કરી હતી.KSCA સ્ટેડિયમમાં રમી ચૂકેલા બેહાર ટ્રોફીની આ ફાઈનલ મેચની સૌથી મોટી વાત એ હતી કે, પ્રખર ચતુર્વેદીએ 404 રન પર અણનમ રહ્યો હતો અને તે એક માત્ર બેટ્સમેન હતો. પ્રખરે જે મેચમાં 404 રન એકલા હાથે બનાવ્યા છે. આજ મેચમાં રાહુલ દ્રવિડનો પુત્ર 46 બોલનો સામનો કરતા 22 રન બનાવ્યા છે. 10માં નંબરના બેટ્સમેન સમર્થે 135 બોલનો સામનો કરતા 55 રનની ઈનિગ્સ રમી હતી. આ સિવાય મિડિલ ઓર્ડરમાં હર્ષલ ધરમાનીએ શાનદાર સદી ફટકારી અને 169 રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં એક ઈનિગ્સમાં 400 રનની વાત આવે તો વેસ્ટઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર બ્રાયન લારાનું નામ યાદ આવી જાય છે. તેમણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 400 રનનો સ્કોર કર્યો હતો. હવે આ કારનામું પ્રખરે કર્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસચિન તેંડુલકર ડીપફેકના શિકાર, વીડિયો વાયુવેગે વાયરલ
Next articleરાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના કેમ્પસમાં 481 કરોડ રૂપિયાના વિકાસકામોના ખાતમુહૂર્ત  અને 4 નવા પ્રકલ્પોનો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ